ડરો મત સાવચેતી જરૂરી
કોરોનાનો ફૂંફાડો વધતા ટેસ્ટિંગ – ટ્રેકિંગની પ્રક્રિયા પુરજોશમાં હાથ ધરાઈ
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 179 કેસ નોંધાયા હતા. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાતા આજે 133 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 735 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 6 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 નવા કેસ, વલસાડમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર 3 અને પોરબંદરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં 1 કેસ નોંધાયો છે. ગીર સોમનાથમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, મહીસાગરમાં 1 કેસ, મોરબીમાં પણ 1 કેસ અને સુરેન્દ્રનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.
રાજકોટમાં શનિવારે 13 કેસ પોઝિટિવ નોંધાયા બાદ રવિવારે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. રાજકોટ મનપાના વોર્ડ નં.9,14 અને 8માંથી કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જેમાં 3 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 3 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જેમાં જરૂરી દવાઓથી માંડી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર સુધીની તમામ વ્યવસ્થાઓ ચકાસવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બાળકોથી માંડી વૃદ્ધા સુધીની વયના લોકો કોરોનામાં સપડાયા છે. તો બીજી તરફ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને રીપોર્ટની પ્રક્રિયામાં પણ વધારો કરવામાં આવ્યો છે.