ગભરાશો નહીં સાવચેતી જરૂરી
કોરોના પોઝિટિવીટી રેટ 5%ને આંબ્યો : દૈનિક કેસોની સંખ્યામાં 11 હજારની સપાટી વટાવી ગઈ
આગમચેતીના રૂપે દેશમાં ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે કોરોના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં 11 હજારથી વધુ નવા દર્દીઓનો ઉમેરો થતાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 50 હજારને પાર થઇ ચુકી છે. બીજી બાજુ ચિંતાજનક બાબત એ પણ છે કે, ગુરુવારે ફકત એક જ દિવસમાં કોરોનાને લીધે 20 લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ મળ્યા છે.
છ મહિનામાં પ્રથમ વખત ભારતમાં દૈનિક કોરોના મૃત્યુની સંખ્યા ગુરુવારે 20ને સ્પર્શી ગઈ છે. દૈનિક કેસોની સંખ્યા પણ વધીને 11,109 પર પહોંચી ગઈ છે, જે અગાઉના દિવસે 10,168 હતી.
જ્યારે કોવિડથી થતા મૃત્યુ પ્રમાણમાં ઓછા રહે છે, ત્યારે દેશમાં સક્રિય કેસ વધી રહ્યા હોવાથી છેલ્લા કેટલાક અઠવાડિયામાં આંકડો સતત વધી રહ્યો છે. કેરળના રેકોર્ડમાં અગાઉના નવ મૃત્યુના સાથે ગુરુવારે કુલ મૃત્યુઆંક વધીને 29ને આંબી ગયો છે. ભારતમાં છેલ્લી વખત 20 કે તેથી વધુ કોવિડ મૃત્યુ ગયા વર્ષે 15 ઓક્ટોબરે નોંધાયા હતા.
દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ મૃત્યુ થયા છે, પંજાબ અને છત્તીસગઢમાં બે-બે મૃત્યુ થયા છે. શુક્રવારે રાજસ્થાનમાં વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં ચારના મોત થયા હતા.
શુક્રવારની મોડી રાત સુધીમાં ગયા વર્ષે 7 સપ્ટેમ્બર પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા પ્રથમ વખત 50,000ને વટાવી ગઈ હતી. ગુરુવારે દૈનિક હકારાત્મકતા દર 5% ને વટાવી ગયાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.21 લાખ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 11,109 (5.01%) પોઝિટિવ મળી આવ્યા હતા તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.
ફિક્કી હેલ્થ સર્વિસ કમિટીના ચેરમેન ડૉ. હર્ષ મહાજને જણાવ્યું હતું કે, કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય છે પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી. એકસબીબી.1,16 વેરિયન્ટ જે કોવિડ કેસોમાં હાલના વધારાને ઉત્તેજન આપી રહ્યું છે, તે ઓમિક્રોનનો હળવો પ્રકાર છે જે મુખ્યત્વે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે અને ફેફસાંને વધુ અસર કરે છે, તેમણે કહ્યું.
ડૉ. મહાજને જોકે ઉમેર્યું હતું કે, સંવેદનશીલ કેટેગરીના લોકો ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપરના લોકો, કોમોર્બિડિટીઝ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે તેમનામાં આ રોગ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભલે કોરોના કેસ વધી રહ્યા હોય, હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે અને તે ઓછું રહેવાની અપેક્ષા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી 10-12 દિવસ સુધી કેસો વધતા રહી શકે છે અને તે પછી તેઓ ઓછા થવા લાગે છે.
રાજ્યમાં 392 દર્દીઓનો ઉમેરો : કુલ સંક્રમિત દર્દીઓની 2220ને આંબી
રાજ્યમાં શુક્રવારના રોજ નવા 392 દર્દીઓનો ઉમેરો થયો છે જેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 2220ને આંબી છે. રાજ્યમાં શુક્રવારે ગીર સોમનાથ જિલ્લામા કોરોનાને લીધે એક દર્દીનું મોત નીપજ્યું છે. મહાનગરોની જો વાત કરવામાં આવે તો શુક્રવારે અમદાવાદ મહાનગરમાં 142 જયારે ગ્રામ્યમાં 3 દર્દીઓ સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 828 સુધી પહોંચી ગઈ છે.
ગાંધીનગર શહેરમાં 7 જયારે ગ્રામ્યમાં 9 દર્દીઓ સાથે કુલ સંક્રમિત દર્દીઓ 102, રાજકોટ મહાનગરપાલિકામાં 15 જયારે ગ્રામ્યમાં 7 સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 82એ પહોંચી છે. સુરત મનપાના ચોપડે 27 જયારે ગ્રામ્યમાં 10 દર્દીઓ સાથે કુલ 240 દર્દીઓ જયારે વડોદરા મનપામાં 28 અને ગ્રામ્યમાં 30 નવા દર્દીઓ સાથે કુલ સંક્રમિતની સંખ્યામાં 298એ પહોંચી છે.
રાહત…. 10-12 દિવસમાં કેસો ઘટવા લાગશે : આરોગ્ય વિભાગ
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભલે કોરોના કેસ વધી રહ્યા હોય, હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે અને તે ઓછું રહેવાની અપેક્ષા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી 10-12 દિવસ સુધી કેસો વધતા રહી શકે છે અને તે પછી તેઓ ઓછા થવા લાગે છે. સંવેદનશીલ કેટેગરીના લોકો ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપરના લોકો, કોમોર્બિડિટીઝ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે તેમનામાં આ રોગ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.