ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ; ગરવા ગુજરાતના સ્થાપના દિન નિમિતે
ચાલો સંકલ્પ કરીએ, રસી લઈએ, કોરોનામુકત બનીએ!!

કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીને આશરે દોઢેક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કોવિડ-19ની તીવ્રતા ઓછી અંકાઈ નથી એમાં પણ ઘણા દેશોમા બીજી તો ઘણા દેશોમાં ત્રીજી લહેર શરૂ થતા કોરોનાની ગતિ વધુ તીવ્ર બની છે. ભારત પણ બીજી લહેરમાં સપડાતા દરરોજના કેસ 4 લાખને પાર થઈ ગયા છે. જે વિશ્ર્વના કોઈપણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસની સરખામણીએ સૌથી વધુછે ગઈકાલના રોજ દેશભરમાં નવા કેસ 4,02,351 નોંધાયા હતા. તો આ બીજી લહેરમાં એપ્રીલ માસ સૌથી વધુ ઘાતકી સાબિત થયો છે. ગત 30 દિવસમાં રેકોર્ડબ્રેક કુલ 69 લાખ કેસ નોંધાયા છે. જે વિશ્ર્વભરના કોઈ એક મહિનાના સૌથી વધુ કેસ છે. કોરોનાનું આ સંકટ હજુ વધુ રોદ્રરૂપ લેશે અને દેશમાં હજુ વધુ કેસ વધશે તેમ તાજેતરમાં સ્ટેટબેંક ઓફ ઈન્ડિયાના રીપોર્ટમાં જણાવાયું છે. દેશમાં તો કોરોનાનો આતંક યથાવત છે પણ આ વચ્ચે ગુજરાતીઓ માટે એ સારા સમાચાર છે કે, ગુજરાતમાં કેસ વધવાની ગતિ પણ મંદ થઈ રહી છે. અને રીકવરી રેટ પણ વધતો જઈ રહ્યો છે. ભારત અને ગુજરાતની સ્થિતિ વિપરીત દિશામાં જઈ રહી હોય તેમ દેશમાં કેસ વધતા જઈ રહ્યા છે. તો એટલી જ ઝડપે ગુજરાતમાં રીકવરી રેટ વધી રહ્યો છે.

ભારત અને ગુજરાતની વકરતા કોરોનાની સ્થિતિમાં વિપરિત સ્થિતિ; દેશમાં વધતા કેસ સામે ગુજરાતમાં દરમાં દર્દીઓના સાજા થવાના નોંધપાત્ર ઉછાળો

હાલ દેશોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને રાજધાની દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. દેશમાં વધુ સંક્રમણ ધરાવનાર ટોચના પાંચ રાજયોમાં એપ્રિલ માસ દરમિયાન ગુજરાતનો પણ સમાવેશ હતો પરંતુ હાલ આ કોરોના કેસના ટોચના સ્થાનેથી ગુજરાત ધીમેધીમે નીચે સરકી રહ્યું છે. જે ખૂબજ સારી વાત અને કોરોના નાથવાના અણસાર આપી રહ્યા છે. દરરોજનાં કેસમાં બે-ત્રણ દિવસના ઘટાડા બાદ છેલ્લા 24 કલકામાં નહિવત વધારો જોવા મળ્યો છે. પરંતુ આ સામે દર્દીઓનાં સાજા થવાનો રેટ ઘણો વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયાનાં ગાળામાં રીકવરી રેટ 55 ટકાથી વધુ વધ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં જાગૃકતા,નિયમોનું પાલન છે. કોરોનાએ ગુજરાતવાસીઓમાં એવો ડર પેસાવ્યો કે લોકો સફાળા જાગી ઉઠ્યા કોરોનાના હળવા લક્ષણો જણાતા લોકો ઘરે રહી જ સારવાર કરવા લાગ્યા. હોસ્પિટલોમાં બેડ ફુલ થતા હોમ આઈસોલેટ થઈ જ કોરોનાને મ્હાત આપી જેમ સરકાર કોરોનાના સાચા આંકડા મૃત્યુદર છુપાવી રહી છે. એમ હોમ આઈસોલેટ દર્દીઓનાં સાચા આંકડા પણ સામે આવતા નથી. જો આ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની સાથે હોમ આઈસોલેટ દર્દીઓ અને તેમના સાચા થવાના દરની ચકાસણી કરવામાં આવે તો ગુજરાતનો રીકવરી રેટ જરૂરથી 60 ટકાથી વધુ આવે.

દેશમાં અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સુધરી

કેસ ઘટયા છે. અને ઘટાડવાના જ છે. નિયમોનું પાલન કરી વધુ કાળજી રાખી અડિખમ ગુજરાતને જીત અપાવવાની જ છે. લોકોમાં પ્રસરેલો કોરોના સામેનો ડર દૂર થાય અને વાયરસનો ખાત્મો કરે… નકારાત્મકતાના ગુંચળામાંથી દૂર થઈ ‘હકારાત્મક’ અભિગમ કેળવો ‘પોઝીટીવ’ નહિ પણ ‘બી પોઝીટીવ’ બને તે હેતુસર ‘અબતક’ દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ મુહિમ શરૂ કરાઈ છે. જેને સમાજ શ્રેષ્ઠીઓ, વહીવટી-પોલીસ તંત્ર ઉપરાંત, લોકો સમર્થન આપી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે 1લી મેએ ગરવા ગુજરાતના સ્થાપના દિન નિમિતે ચાલો સંકલ્પ કરીએ ગુજરાતને કોરોના મુકત બનાવીએ.

દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. એ ગતિ અતિ ખતરનાક સાબિત થઈ રહી છે. પરંતુ દેશ અને ગુજરાત રાજયની સ્થિતિનાબંને છેડા વિપરીત દિશામાં જઈ રહ્યા છે. રાજયમાં કોરોના કેસ ઘટયા છે. તો આગામી સમયમાં હજુ વધુ ઘટશે જયારે ભારતમાં આનાથી તદન વિપરીત કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસને હજુ વધુ નિયંત્રીત કરવા જેમ દેશ-દેશ વચ્ચે બોર્ડર સીલ થઈ ગઈ છે. એમ ગુજરાત રાજય સાથેની અન્ય રાજયોની બોર્ડર સીલ થઈ જાય તેવી શકયતા છે. કારણ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને દિલ્હીમાં સ્થિતિજુ ભયાવહ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.