ભારતીયોની સારી રોગ પ્રતિકારક શકિતના કારણે કોરોના સામે દેશમાં રિકવરી રેટ વિશ્વભરમાં સૌથી વધારે ૪૨ ટકાએ પહોંચ્યો; જયારે મૃત્યુદર વિશ્વભરમાં સૌથી નીચે ૪ ટકા જેટલો રહેવા પામ્યો છે

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અત્યાર સુધી કોઈપણ દવા શોધાઈ નથી જેથી હાલમાં તેની સારવારમાં દર્દીની રોગપ્રતિકારક શકિત વધારવ પર ભાર મૂકવામાં આવે છે. કોરોના પોઝીટીવ ધરાવતા અનેક દર્દીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો પણ આ દર્દીઓની સારી રોગપ્રતિકારક શકિતના કારણે જોવા મળ્યા પણ નથી. લોકડાઉનના અનેક તબકકા બાદ પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધવા લાગતા કેન્દ્ર સરકાર દ્વારા સતત બંધ રહેવાથી અર્થતંત્રને થતા વધારાના નુકશાનને નિવારવાહર્ડઈમ્યુનીટીની થીયરી અપનાવવામાં આવી છે. હર્ડ ઈમ્યુનીટી એટલે સામુહિક રોગપ્રતિકારક ક્ષમતા જેમાં ભવિષ્યમાં લોકોને વાયરસના સંક્રમણથી બચાવવા અમુક લોકોને વાયરસથી સંક્રમિત કરવા દેવામાં આવે આ વાયરસના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના શરીરમાં રોગપ્રતિકારક શકિત પેદા થાય અને તેમાંથી વાયરસ પ્રતિરોધક એન્ટીબોડી બને છે.

વાયરસના સંક્રમણનો ભોગ બનેલા દર્દીના શરીરમાં પેદા થયેલી એન્ટીબોડીને બહાર કાઢીને તેમાંથી વેકસીન તૈયાર

કરવામાં આવે છે. કોરોના વાયરસ સામે હર્ડ ઈમ્યુનીટી ડેવલપ કરવા ઈગ્લેન્ડ, સ્વીડન સહિતના અનેક દેશો વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. આપણા દેશ ભારતમાં મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શકિત વિશ્ર્વના અન્ય કોરોના સંક્રમિત દેશોની સરખામણીમાં સારી છે. જેના કારણે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોના પ્રમાણમાં તેના ચેપમાંથી મુકત થવાની ટકાવારી કે જેને રીકવરી રેટ કહેવામાં આવે છે. તે પણ ૪૨ ટકા સુધી પહોચી છે. જે વિશ્ર્વમાં સૌથી વધારે છે. જયારે દેશમાં કોરોનાથી મૃત્યુ દર પણ ૨ થી ૪ ટકા વચ્ચે રહેવા પામ્યો છે. જે વિશ્ર્વમાં સૌથી ઓછો મૃત્યુ દર છે. જેથી કોરોનાની દેશવાસીઓને બચાવવામાં સારી રોગ પ્રતિકારક શકિત એ વધારવા મેડીકલની અલગ અલગ શાખાઓમાં વિવિધ પ્રકારની સારવારો આપવામાં આવે છે.

કોરોનાના સતત ફેલાવાને રોકવા હવે હર્ડ ઈમ્યુનિટી મુખ્ય રસ્તો: ડો. રાજેશ તૈલી

jgf

જાણીતા ફીઝીશીયન ડો. રાજેશ તૈલીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે આપણે કોરોના સાથે જ જીવતા શીખી લેવાનું છે. લાંબો સમય ઘરમાં બેઠા રહેવું એ વ્યાજબી નથી જયાં સુધી કોરોનાની દવા ન શોધાય ત્યાય સુધી તેની સાથે જ જીવ તા શીખી જવાનું છે. કોઈપણ બેકટેરીયા કેજેનું આપણા શરીરમાં પ્રવેશે છે. ત્યારે તે જંતુ સામે રક્ષણ આપવા આપણા શરીરમાં કણો ઉત્પન્ન થાય છે જે આપણી રોગ પ્રતિકારક શકિત દ્વારા ઉદભવે છે. જેને આપણા શરીરના સૈનિકો પણ કહી શકાય આપણી રોગપ્રતિકારક શકિત જ આપણને રોગથી બચાવે છે.

આપણી રોગપ્રતિકારક શકિત સાઈટસ ફૂટ ખાવાથી વધારે મળે છે. તેમજ પાલક ગ્રીન્ટી પણ સારી છે. આપણે કહીએ છીએ તેમ અતિની ગતિનથી એમ આપણા શરીરમાં કોઈપણ વસ્તુની માત્રા વધારે થઈ જાય તો એ સારી નથી કુદરતી આહાર લેવાથી ફાયદો એ છે કે આપણને દરેક વસ્તુ પ્રમાણમાં મળે છે. સામાન્ય રીતે કોઈપણ જંતુનો ઉપદ્રવ મોટાવર્ગમાં ફેલાવા માંડે છે. ત્યારે મોટાભાગના લોકોની અંદર રોગપ્રતિકારક શકિત કુદરતી રીતે વધવા માંડે છે. જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે. આપણે કોરોનાના સંક્રમણના એ તબકકામાં જવા લાગ્યાછીએ કે આપણે હર્ડ ઈમ્યુનીટી ડેવલપ કરવી પડશે. આટલા વર્ષનો અનુભવમાં જોયું છે કે ઉતરોતર વાયરસની રોગ ફેલાવાની શકિત નબળી પડતી જાય છે. એટલે આવનારા સમયમાં બહોળા પ્રમાણમાં લોકોની રોગપ્રતિકારક શકિત વધી જાય અને જે લોકોને રોગ લાગે છે તેની સારવાર થઈ શકાય છે. પરંતુ જે લોકોને પહેલેથી ડાયાબીટીસ , બીપી જેવી બીમારીઓ છે તેને ખતરો રહે છે.

કાચા શાકભાજી અને ફળો લેવાની રોગ પ્રતિકારક શકિત વધે છે: ડો. ચિરાગ ધકાણ

vlcsnap 2020 06 03 12h58m14s199

ડો. ધકાણની ફીટનેસ ક્રાંતિ સેન્ટર ચલાવતા ડો. ચિરાગ ધકાણે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇમ્યુનીટી એટલે આપણા શરીરનું રક્ષકોદળ જેને શ્ર્વેત કણ કહેવાય, જન્મ થાય ત્યારે કોઇ વ્યકિતનો ડીએનએ નબળો હોય તો કોઇનો પ્રબળ હોય શકે છે તે મહત્વનું નથી. પરંતુ, ઉમર જેમ જેમ વધે તેમ તેમ ખોરાકમાં ઘ્યાન રાખવામાં આવે તો રોગપ્રતિકારક શકિત વધી શકે છે. આપણા શરીરમાં અરબોની સંખ્યામાં કોષ હોય છે. જે દર ત્રણ મહિને બદલાતા હોય છે. ખોરાકમાં સૂર્ય શકિત દ્વારા પકાવેલું એ ભોજનનું પ્રમાણ પ૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ. તેમજ સિઝનલ ફુટ લેવા જોઇએ તેમજ કાચા શાકભાજી ખાવા ફણગાવેલા કઠોળ ખાવાથી પણ રોગપ્રતિકારક શકિત વધે છે.

આપણી દિનચર્ચાની પણ રોગ પ્રતિકારક શકિત પર એટલી જ અસર કરતી હોય છે. યથાશકિત પ્રમાણે ઉઠીને સવારે ગરમ પાણી પીવું જોઇએ. નારીયેળ પાણી ખુબ સારી અસર કરે છે. સવારે નાસ્તામાં સીઝનલ ફળ ખાવા જોઇએ.

તમારા વજન ગુણ્યા ૧૦ એટલા વજનમાં ફળ ખાવા જોઇએ. બપોરના ભોજનમાં જમતા પહેલા કાચા શાકભાજી ખાવા જોઇએ જેમાં સંચળ- મરી, આદુ નાખી શકાય. સલાડ ખાતા પછી જેટલી ભુખ હોય તેટલું જ જમવું જોઇએ. રાત્રે ભોજનમાં પણ સલાડ ખાઇને પી જ જમવુેં

આયુર્વેદમાં ખાન પાનથી જ શરીરને સાચવી શકાય છે. તેમ કરવાથી સાજા ન થવા તો જ ઔષધીનો ઉપયોગ કરવો જોઇએ. શ્રમનું કામ ન કરતાં હોય તેવી વ્યકિતએ દિવસમાં બે જ વખત પાચન ક્રિયા શરુ થાય તેવું ઘ્યાન રાખવું જોઇએ. જેથી આપણા શરીરમાં પણ ઉપવાસની વાત છે. જેનાથી આપણી પાચન ક્ષમતા સારી રહે અને લાંબુ જીવી શકાય.

શરીરમાં ફકત પ્રોટીન જ જરૂરી નથી વિટામીન મીનરલ પણ જોઇએ છે. ફળ, શાકભાજીમાં પ્રોટીન હોય છે. જેને પ્લાન્ટ પ્રોટીન કહેવાય અને રોગપ્રતિકારક શકિત વધારે છે. કાચા શાકભાજી અને શાકભાજી ખાવાથી વિટામીન્સ મીનલર, પ્રોટીન્સ મળી રહે છે જેને કંપલીટ પેકેજ કહેવાય જેનાથી શરીર સક્ષમ બની જાય છે. ગોળી કે પાવડર લેવાની જરુર રહેતી નથી.

રોગ પ્રતિકારક શકિત વધારવા માટે અનેક કારણો જવાબદાર: ડો. સુભાષ પોંકિયા

vlcsnap 2020 06 03 12h57m52s253

હોમિયોપેથીની પ્રેકટીસ કરતા ડો. સુભાષ પોકિંયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે શરીરમાં બહારથી આવતા રોગો માટેની સીસ્ટમ એટલે રોગપ્રતિકારક શકિત રોગ પ્રતિકાર શકિત એ ઘણા બધા પરિબળો પર કામ કરે છે. જેમ કે માનસીક સ્થિતિ કોલ બીક શોક એ બધી સ્થિતિ શકીર પર નકારાત્મક અસર કરે છે. જેની અસર રોગપ્રતિકારક શકિતમાં અસર થાય છે. ઉપરાંત બીજી વસ્તુ ખોરાકએ પણ અસર કરે છે. જેમ કે બહારનું વધારે પડતું કામનો વધારે પડતો બોજ પણ અસર કરે છે. એક ઇમ્યુનીટી તમને વારસામાં મળે છે તેમજ બીજી ઇમ્યુનીટ એટલે તમને કાઇ વાગે છે તો તમને તરત રૂઝ આવે છે. કોઇ વાયરસ ઇન્ફેકમ થાય તો તેની સામે પ્રોટેકશન માટેની રોગપ્રતિકારક શકિત બનાવે છે.

કોરોનાની વાત કરીએ તો કોરોનાની અત્યારે આટલા કેસ છે. પરંતુ આવનારા સમયમાં આ કેસોની સંખ્યા ધટશે ખાસ ઇમ્યુનીટી વધશે કોઇપણ રોગની સારવાર બે પ્રકારની થાય છે. એક કે જેમાં તમારી તકલીફને ઓછી કરે છે અને બીજું કે જે તમારી તકલીફ મટાડે છે. હોમીયોપેથીક સારવારમાં એ જોવા આવે છે કે બીમારી શા કારણે  થાય છે? પછી તેની સારવાર થયા છે. અને બીમારીથી  ધીમે ધીમે ધટતી જાય છે. અને પછી એને બીમારી નહી જાય છે ઇમ્યુનીટી ધટવા માટેના અનેક કારણો પણ છે. જેમ કે વર્ક શેડયુલ ખોરાકની અને સુવાની સીસ્ટમ એ બધી વસ્તુ ઇમ્યુનીટી ધટાડી પણ શકે છે. ત્યારે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે યોગ્ય ખોરાક યોગ્ય સમયે લેવો, સુવાને સમય ચોકકસ રાખવો, તેમજ એકસરસાઇઝ કરવી જોઇએ કોઇ ટ્રીટમેન્ટ હોય તો એ ટ્રીટમેન્ટ પૂર્ણ થયા પછી અમુક બાબતોનું ઘ્યાન રાખવું જોઇએ.

દુધ અને ગળાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય: ડો. સંજય જીવરાજાણી

vlcsnap 2020 06 05 13h08m48s979

જાણીતા આયુર્વેદાચાર્ય ડો. સંજય જીવરાજાણી એ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઇપણ રોગ સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શકિત ઉદભવતી હોય છે. રોગપ્રતિકારક શકિત વધારવા માટે આખો દિવસ ગરમ પાણી પીવું ઉપરાંત હર્બલ ટી લઇ શકો છે. હળદર વાળુ દુધ પી શકો છો. આયુર્વેદમાં દુધને સંપૂર્ણ ખોરાક કહ્યો છે. સવારે ગરમ દુધ હળવદ વાળુ પીવાથી રોગપ્રતિકારક શકિતમાં ખુબ જ વધારો થાય છે. ગળાથી પણ ખુબ રોગપ્રતિકારક શકિત વધારવા માટે મદદરૂપ થાય છે. આપણું મન પ્રસન્ન હોય તો પણ રોગપ્રતિકારક  શકિત સારી રહે છે. પ્રાણાયામ અનુલોમ વિલોમ કપાલ ભારતી તેમજ યોગા કરવા જોઇએ જેનાથી પણ રોગપ્રતિકારક શકિત સારી રહે છે. રોજે થોડા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ પણ લેવો જોઇએ. કોઇપણ એકસરસાઇઝ કરવી જોઇએ. ગરમ અને પાચક ઘરનો ખોરાક લેવો જોઇએ. દિવસમાં ત્રણ લીટર પાણી પીવું જોઇએ.

લીંબુ, લસણ આંબલા, જીરુ, તુલીસ, લવીગ, તેજપત્ર એલસી આ બધી વસ્તુ ખાવાથી રોગ પ્રતિકારક શકિત ખુબ સારી રહે છે. એન્ટીવાયરસ ધુપ કરવાથી સમગ્ર વાતાવરણ શુઘ્ધ થઇ જાય હંમેશા હકારાત્મક વિચારો રાખવા જોઇએ.

જઠરાગ્નિ તેજ કરે તેવા આહારો દ્વારા રોગપ્રતિકારક શકિત વધારી શકાય: ડો. જયેશ પરમાર

vlcsnap 2020 06 03 12h59m00s156

આયુર્વેદાચાર્ય ડો. જયેશ પરમારએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું જયારે જયારે વાયરલ રોગો લોકોના શરીરમાં પ્રવેશે છે ત્યારે જે વ્યકિતની રોગપ્રતિકારક સારી હોય તે રોગ સામે લડી શકે છે. અને રક્ષણ મેળવી શકે છે. જો કોઇ દર્દીઓને અન્ય કોઇ બીમારી ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, લીવરની બીમારી કે હ્રદયરોગ તેઓએ આ પરિસ્થિતિમાં વિશેષ ઘ્યાન રાખવું જરૂરી બન્યું છે. કારણ કે સૌથી વધુ કોરોના જેવા વાયરસ અન્ય બીમારી વાળા લોકો માટે ઘાતક સાબિત થાય છે. જે વ્યકિતઓની રોગ પ્રતિકારક શકિત સારી હોય તે ચોકકસની આ રોગથી બચી જાય છે.

આયુર્વેદમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે જઠરાગ્નિને તેજ કરવાનું જણાવવામાં આવ્યું છે. જે વ્યકિતની જઠરાગ્નિ સારી હોય તેમની રોગપ્રતિકારક શકિત જળવાઇ રહે છે. કોરોના સામે સરકારના આયુષ મંત્રાલયે ગાઇડ લાઇન બહાર પાડી છે કે રોજ સવારે ઉકાળાનું સેવન કરવું, ભોજનમાં રાય, મેથી, અજમો, લસણનો વધુ ઉપયોગ કરવો, સાથો સાથ દરરોજ  પ્રાણાયામ, આસનો તેમજ અન્ય હળવી કસરતોથી લાભ મળે છે.

શમશમમનવટીનું ખાસ સેવન કરવું જરૂરી છે. આ બધા ઔષધો વ્યકિતની જઠરાગ્નિને સમ્પ બનાવે છે. જઠરાગ્નિ જૈમ સમ્ય બને તેમ આહારનું  સરખુ પાચન થઇ શકે અને જેથી રોગ પ્રતિકારક શકિત વધે, આયુર્વેદમાં કહેવાય છે કે જઠરાગ્નિની તેજ કરી તમામ લીલા શાકભાજી આરોગો, એટલે સ્વભાવિક છે કે તમામ પ્રોટીન અને વીટામીન શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.