મહામારીના સમયમાં ઓનલાઇન બેંકિંગ વ્યવહારને વેગ મળતા અત્યારે રોજના ૪.૧ કરોડ ટ્રાન્જેક્શન થવા લાગ્યા
કોરોના મહામારીના કારણે અનેક ઉદ્યોગોને તકલીફ પડી છે જોકે ઈ-કોમર્સ સેક્ટર વધુ ઝડપથી વિકાસ પામ્યું છે બીજી તરફ આર્થિક વ્યવહારો પણ વધુને વધુ ડિજિટલ થતા કોરોના મહામારી એ ઓનલાઇન ટ્રાન્જેકશન માં રંગ રાખ્યો હોવાનું ફલિત થાય છે. આંકડા મુજબ અત્યારે દરરોજ ૪.૧ કરોડ ઓનલાઇન ટ્રાન્જેકશન ભારતમાં થઇ રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભારતમાં બેગણા ઓનલાઇન ટ્રાન્જેકશન થાય છે. જેની પાછળ કોરોના મહામારી જવાબદાર છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન પેમેન્ટનું ચલણ વધતા ટ્રાન્જેક્શનની સંખ્યા પણ વધી જવા પામી છે. મોટાભાગના વેપારીઓ હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે, લોકો પણ ડેબીટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. નેફ્ટ તથા આઈએમપીએસ, આરટીજીએસ સહિતના મધ્યમોનું ચલણ પણ વધ્યું છે. વર્તમાન સમયે આમાં આ મુદ્દે ભારતનો વિકાસ દર ૨૧૩ ટકાનો છે દરરોજ ૪.૧ કરોડા ટ્રાન્જેક્શન થાય છે જે વિશ્વમાં અત્યારે કોઈ પણ દેશમાં થતા ટ્રાન્જેક્શન કરતાં વધુ છે
અલબત ટકાવારીની દ્રષ્ટિએ ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં સૌથી વધુ વિકાસ બહેરીનનો છે જ્યાં ૫૫૭ ટકાના દરથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન વધ્યું છે ત્યારબાદ અનુક્રમે ઘાના, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશનો સમાવેશ થાય છે.
વધુ આંકડા મુજબ સાઉથ કોરિયા રિયલ ટાઈમ ટ્રાન્જેક્શનમાં વધુ વિકાસ કરી રહ્યું છે, જ્યાં માથાદીઠ ઓનલાઇન ટ્રાન્જેકશનની સંખ્યા અન્ય દેશો કરતા વધુ છે. યુરોપમાં પણ હવે ડિજિટલ પેમેન્ટ ચલણ વધ્યું છે જોકે ઓસ્ટ્રેલિયા ચીન અને ભારતમાં વધુ પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ થવા લાગ્યા છે. જેની પાછળ કોરોના મહામારી જવાબદાર છે ભારતમાં લોકો નાણાંનો ફિઝિકલ વ્યવહારની જગ્યાએ ડિજિટલ વ્યવહાર કરવા લાગ્યા છે. આગામી સમયમાં ઈ-કોમર્સનો વિકાસ ઝડપી વધતા ઓનલાઈન ટ્રાન્ઝેકશન પણ વધશે તેવી ધારણાં છે.