હિન્દુ સંસ્કૃતિમાં નાનાથી મોટા દરેક ધાર્મિક તહેવારોને ભાવભેર ઉજવવામાં આવે છે. ખાસ તો આગામી 21 એપ્રીલ એટલે રામનવમી ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના બપોરે બાર વાગ્યે થયોહતો. સામાન્ય રીતે રામનવમીના દિવસે ઠેર ઠેર દેશ વિદેશમાં પ્રભુ શ્રી રામના જન્મ સમયે વિશેષ આરતી, દિપમાળા પ્રજવલીત કરવામાં આવતું હોય છે. મર્યાદા પુરૂષોતમ શ્રીરામના જન્મ અને જીવનથી આખા વિશ્ર્વને માર્ગદર્શન મળ્યું છે. કૌટુંબીક સામાજીત, રાજકીય મર્યાદામાં રહીને ઉતમ પુરૂષથનું ઉદાહરણ પૂરૂ પાડતુ શ્રીરામનું જીવન આપણને ઘણુ સમજાવી જાય છે. વર્તમાન સ્થિતિમાં કોરોના રૂપી રાક્ષસથી લડત આપવાની જરૂર હોવાથી દરેક વ્યકિત પોતાના ઘરે રહીને જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરે તે અંગે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોને અર્પીત કરવામાં આવી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત જયા જયા રામભકતો વસે છે. ત્યાં ભાવભેર ઉજવણી સહિત શોભાયાત્રાઓનું પણ આયોજન થતુ હોય છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તમામ કાર્યક્રમો મોકૂફ રાખી દરેક વ્યકિત ઘરે રહીને શ્રીરામ જન્મોત્સવ ઉજવે તેવી તમામ રામભકતોને અપીલ કરવામાં આવી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત