લોકડાઉન બાદ ફરી શરૂ થયેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એક પછી એક વ્યક્તિ કોરોના સંક્રમિત થવાને કારણે સિરિયલના કાસ્ટમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. તારક મહેતાના કલાકાર કોરોના સંક્રમિત થવા લાગ્યા છે. થોડા સમય પહેલાં જ તારક મહેતામાં જેઠાલાલના સાળા તરીકેનું પાત્ર ભજવનાર સુંદર એટલે કે, મયુર વાકાણી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હવે સોસાયટીના એકમેવ સેક્રેટરી ભીડે કોરોનાના સંકંજામાં આવ્યાં છે.
આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવડકર કોરોના સંક્રમિત થયા છે. મંદાર તથા તેની ફેમેલીને હોમક્વોરંટાઈન કરી દેવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. મંદરે તેમની તબિયત વિશે વિગતવાર વાત કરતાં જણાવ્યું છે કે તેઓ Asymptomatic છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મંદારે જણાવ્યુ કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું ડોક્ટરની સલાહ મુજબની સારવાર લઈ રહ્યો છું અને હું બીએમસી દ્વારા અપાયેલી સૂચનાનું પાલન પણ કરી રહ્યો છું. મારી તબિયત બરાબર છે. મે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા જ હોમ ક્વોરંટાઈન થઈ ગયો હતો કારણ કે, મને લાગતું હતું કે હું આ વાયરસથી ઈનફેક્ટ થયો છું. અત્યારે હું અને મારો પરિવાર સંપૂર્ણ સંભાળ લઈ રહ્યા છીએ અને હું શક્ય તેટલી વહેલી તકે શૂટિંગમાં પાછો ફરીશ.