રાજ્યમાં કોરોના સંક્રમણ આંકડો ૧૦૦૦ની નજીક : દેશમાં ગુજરાત કોરના સંક્રમિતમાં ત્રીજા સ્થાને

અરવલ્લીમાં નોંધાયેલા પ્રથમ પોઝિટિવ દર્દીનું મોત : રાજ્યમાં કોરોનાએ ૩૭નો ભોગ લીધો

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ ગુજરાતના કુલ પાંચ મહાનગરોને રેડઝોન જાહેર કર્યા છે. ત્યારે રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર તરીકે ઉભરેલા જંગલેશ્વર વિસ્તારમાં વધુ ને વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શહેરમાં નોંધાયેલા કુલ ૨૯ કોરોનાના દર્દીઓમાંથી ૧૯ દર્દીઓ માત્ર જંગલેશ્વર વિસ્તારના હોવાથી તેને હોટસ્પોટ જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત ની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચવા આવી છે. નર્મદા વધુ ૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૧ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ છે. જેમાં ૪ આરોગ્ય અધિકારી હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લીમાં ગઈ કાલે નોંધાયેલા ૧ પોઝિટિવ કેસ આવ્યા બાદ તે દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંક ૩૭ પર પહોંચ્યો છે.

રાજકોટ શહેરમાં હોટસ્પોટ તરીકે જાહેર થયેલા કોરોના વિસ્તકરમાં વાયરસનો વિસ્ફોટ થયો હોય તેમ જંગલેશ્વર વિસ્તારમાંથી આજ રોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ વિસ્તારના ૧૯ કોરોનાગ્રસ્ત સહિત શહેરમાં ૨૯ પોઝિટિવ નોંધાયા છે. સૌપ્રથમ પોઝિટિવ કેસ જંગલેશ્વરમાં નોંધાયા બાદ તેની ચેઇન વધતા આજરોજ આંકડો ૧૯ સુધી પહોંચ્યો છે. જ્યારે આજરોજ જંગલેશ્વર વિસ્તારની બાજુમાં આવેલા કોઠારીયા રોડ પરના ૪૭ વર્ષના આધેડને પણ કોરોના પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં ચિંતાનો માહોલ છવાઈ રહ્યો છે. ગઈ કાલે જંગલેશ્વર વિસ્તારમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજ રોજ બાજુના વિસ્તારમાં પણ પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામી છે.

રાજ્યભરમાં એપિસેન્ટર તરીકે જાહેર થયેલા અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્ત ની સંખ્યા ૧૦૦૦ની નજીક પહોંચવા આવી છે. જેના કારણે દેશભરમાં ગુજરાત કોરોના પોઝિટિવ સંખ્યામાં ત્રીજા સ્થાન પર આવી ગયું છે. અમદાવાદ શહેરમાં ગઈ કાલે સાંજે વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૫૫૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.અમદાવાદમાં ફરજ રૂકવતના આરોપીના સેમ્પલ મોકલતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જે સાથે નર્મદા જિલ્લામાં પણ વધુ ૨ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૧ સુધી પહોંચ્યો છે. નર્મદા જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ૪ દર્દીઓ આરોગ્ય અધિકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૨૪ જીલામાં કોરોનાએ પંજો ફેલાવ્યો છે. ગઈ કાલે અરવલ્લીમાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટુક સમયમાં જ તેનું મોત નિપજ્યું હતું. રાજ્યભરમાં ૨૪ જિલ્લાઓમાંથી કોરોનાએ ફૂલ ૩૭ સંક્રમિત દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે રાજ્યમાં ૭૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ધારાસભ્યો, ડે. કમિશનર સહિત કોરોનાની લડતના ૨૮ યોદ્ધાઓ કોરોનાના સંક્રમણમાં

દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના કોવિડ ૧૯ વાયરસ ગુજરાત રાજ્યમાં પણ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાને પરાસ્ત કરવા માટે ધારાસભ્યો, આરોગ્ય અધિકારીઓ, તબીબો, નર્સ, પોલીસ કર્મચારીઓ, મહાનગરપાલિકા ના અધિકારીઓ સહિતના યોદ્ધાઓ પોતાના પરિવારજનો થી દુર રહી કોરોના સામેની જંગ લડી રહેલા ૨૮ યોદ્ધાઓ પણ રાજ્યમાં કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં કોરોનાની લડત સામે ફરજ બજાવતા ધારાસભ્યો કોર્પોરેટર, અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાં, કોર્પોરેટર બદરૂદીન શેખ, અમદાવાદ મહાપાલિકાના ડે. કમિશનર, તબીબ, નર્સ, પોલીસ કર્મચારી, વોર્ડ બોય સહિત ૨૮ લોકો કોરોનાની સંક્રમણમાં આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.