ઉજજૈન અને જયપુરની ટ્રાવેલ હિસ્ટી ધરાવતા અને વેકિસનના બન્ને ડોઝ લેનાર લોકો હવે થવા લાગ્યા સંક્રમિત: રાજયમાં નવા પ3 કેસ
રાજકોટમાં બુધવારે કોરોનાનો બ્લાસ્ટ થયો હતો એક જ દિવસમાં સાત નવા કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શહેરમાં જયપુર અને ઉજજૈનની ટ્રાવેલ હિસ્ટી ધરાવતા અને વેકિસનના બન્ને ડોઝ લેનારાઓ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે રાજયનાં બુધવારે કોરોનાના નવા 53 કેસ નોંધાયા હતા. જેની સામે પ3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજયમાં કોરોના 555 એકિટવ કેસ છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ રોજ નોંધાઇ રહ્યા છે વચ્ચે એકાદ દિવસ બ્રેક રહે છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા બાદ ગઇકાલે બુધવારે નવા સાત કેસ નોંધાયા હતા શહેરના વોર્ડ નં. 10 માં નિવેદીતા સ્કુલની પાછળ એક પ1 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે તે કોઇપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટી ધરાવતી નથી. તેના સઁપર્કમાં આવેલી 1 વ્યકિત હાઇ રિકમા
અને 1ર વ્યકિતઓ લો રિસ્ક હેઠળ છે. તેને વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા હતા. આ ઉપરાંત વોર્ડ નં. 10 માં રાવલનગરમાં 60 વર્ષીય મહિલા કોરોનાના સંકજામાં સપડાયા છે. તે હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ છે. તે ઉજજૈનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. વોર્ડ નં. 11 માં જીવરાજ પાર્કમાં 38 વર્ષીય યુવતિને કોરોના થયો છે. તેના સંપર્કમાં આવેલી ચાર વ્યકિત હાઇ રિસ્ક પર અને 14 વ્યકિતઓ લો રિસ્ક હેઠળ છે આ ઉ5રાંત વોર્ડ નં. 10 માં એ.જી. ચોકમાં ર7 વર્ષીય યુવાનને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તે જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. વોર્ડ નં. 11 માં બીજ બજાર સામે રહેતા અને વેકિસનના બન્ને ડોઝ લેનાર 69 વષના આધેડ કોરોનામાં સપડાયા છે. તેઓ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેના સંપર્કમાં આવેલા પાંચ વ્યકિતઓ હાઇ રિસ્ક અનેુ 1પ વ્યકિતઓ લો રિસ્કમાં છે.
શહેરના વોર્ડ નં. 8માં પંચવટી મેઇન રોડ પર 40 વર્ષની મહિલા પણ કોરોનામાં સપડાયા છે. તેઓએ વેકીસનના બન્ને ડોઝ લઇ લીધા છે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ લીધા છે અને કોઇ જ પ્રકારની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા નથી. શહેરમાં કોરોનાનમા કુલ કેસનો આંક 42910 એ પહોચ્યો છે. હાલ એકિટવ કેસની સંખ્યા ર8 પહોંચી છે ગઇકાલે રાજયમાં કોરોનાના પ3 કેસ નોંધાયા હતા. અને પ3 દર્દીઓને ડિસ્ટાર્જ કરાયા હતા.
વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, નવસારીમાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં બે કેસ, જામનગરમાં ર કેસ, જામનગર કોર્પોરેશનમાં બે કેસ, ભરૂચમાં 1 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ, ખેડામાં 1 કેસ, પંચમહાલમાં એક કેસ, રાજકોટ ગ્રામ્યમાં એક કેસ અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. રાજયમાં હાલ કોરોનાના પપપ એકિટવ કેસ છે જે પૈકી પાંચ દર્દીઓ વેટીલેટર પર છે અને પપ0 દર્દીઓની હાલત સ્થીર છે.