જુનાગઢ જિલ્લામાં આજે નવા ૬ કોરોના પોઝિટિવ કેસો આવ્યા
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા ના ૫ કેસો અને વેરાવળમાં ૧ કેસ
કોરોના વાઇરસના પોઝિટિવ ૫ કેસો વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં એકજ પરિવાર માથી મળ્યા છે. જેમાં ૨ મહિલા – (૪૮ વર્ષ, ૨૨ વર્ષ ) અને (૩ પુરુષ (૨૮વર્ષ, ૨૨ વર્ષ, ૧૦ વર્ષ નો તરૂણ) નો સમાવેશ થાય છે, જ્યારે ૧ કેસ – કેશોદ સિટી માં પુરુષ ૫૮ વર્ષ નો આવ્યો છે ,આજે જે ૫ નવા કેસો બરડીયા માં આવ્યા છે,
તેઓ ૧૭મી તારીખે પોઝિટિવ આવેલ વ્યક્તિના (દહિસર મહારાષ્ટ્ર થી આવેલ) કુટુંબના તમામ સભ્યો છે એટલે કે High Risk Contacts હતા. તમામ વ્યક્તિ એક જ ડેલામાં રહે છે.
High Risk Contacts હતા જે તંત્ર દ્વારા પહેલેથીજ કોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા હતા
હવે બરડિયા ગામને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેશોદમાં આવેલ ૧ નવો કેસ આવેલ છે તે કેશોદ SBI ના મેનેજર દિનેશભાઈ ચૌહાણ છે, તેઓ ના પરિવાર લોક ડાઉન દરમિયાન અમદાવાદ ફસાઈ ગયું હતું.
તે ગત ૯મી તારીખે પોતાની પત્ની અને પુત્ર ને લેવા માટે અમદાવાદ ગયા હતા અને ત્રણ દિવસ અમદાવાદમાં રોકાણ કરીને ૧૨મી તારીખે કેશોદ પરત આવેલા કેશોદ આવ્યા ત્યાર થી જ હોમ કોરોન્ટાઇનમાં હતા
તે કેશોદ ના આંબાવાડી વિસ્તાર માં આવેલ આલીશાન એપાર્ટમેન્ટ માં રહે છે આ એરિયા ને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જૂનાગઢ માં કુલ કેસો ની સંખ્યા ૨૫ થઈ ગયી છે. તે પૈકી ૪ ડીસ્ચાર્જ થયા છે. કુલ એક્ટિવ કેસો ની સંખ્યા ૨૧ છે.