રાજુલાના અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં કોરોના વિસ્ફોટ થયેલ છે. છેલ્લા ચાર દિવસમાં 55 થી વધુ કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

રાજુલાના કોવાયા ખાતે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ ની કોલોનીમાં કોરોના વિસ્ફોટ થયેલ છે અને 55 થી વધુ કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારમાં કોરોના ખૂબ જ વકરી રહયો હોવાનું જાણવા મળી રહેલ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં બહારથી આવેલા કેટલાક લોકો કોરોના પોઝિટિવ હોવાને કારણે આ કોરોના નો પ્રવેશ છે.

આ વિસ્તારમાં સૌપ્રથમવાર એટલી માત્રામાં કોરોના કેસ આવતા આ વિસ્તારમાં હડકંપ મચી છે.આ વિસ્તારમાં કોરોના વકરે નહિ તે અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકમાંગ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ મા વકરેલા  કોરોના ને ધ્યાને લઇને તમામ કંપનીઓમાં પણ સરકારની ગાઇડ લાઇન નું ચુસ્ત પાલન કરાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠેલ છે.

આ વિસ્તારમાં ખૂબ જ નહિવત કોરોના કેસ અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલ છે પરંતુ પરપ્રાંત આવન-જાવન અલ્ટ્રાટેક માં થતી રહેતી હોવાને કારણે કોરોના કેસમાં ખૂબ જ મોટો વધારો આવેલ છે.

જેથી જો આ વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં નહી આવે  તો રાજુલા તાલુકામાં પણ કોરોના ભરડો લઇ  લેશે  જેથી સમગ્ર તંત્ર દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠેલ છે. આ  અલ્ટ્રાટેક કોલોનીમા માણસોની અવરજવર બંધ થાય અને આ અંગેની યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠેલ છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ માં રાજુલા મહુવા જાફરાબાદ ના લોકોની અવરજવર સતત રહે છે અને અલટાટેક માંથી પણ રાજુલા જાફરાબાદ મહુવામાં ખરીદી કરવા તથા અન્ય રીતે પણ આવન-જાવન શરૂ રહે છે જેથી આ તમામ ગતિવિધિઓ પર  રોક લગાવવામાં આવે તેવી પણ લોકોમાંથી માંગ ઉઠેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.