રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 10 હજારની નજીક નવા કેસ આવ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ થયો હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પીડીયું સિવિલ હોસ્પિટલના 8 તબીબો સહીત 10 કોરોનાની ચપેટમાં આવી ગયા છે.જેમાં 2 વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર હોવાની માહિતી મળી છે.

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંકમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે લોકો સહીત તબીબો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે.સિવિલ હોસ્પિટલના આંઠ તબીબો અને બે કોમ્પ્યુટર ઓપરેટરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.જેમાં બે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરી ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.ત્યારે આંઠ લોકોને હોમ-આઈસોલેસન કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ “અબતક” સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,હાલ પોઝિટિવી આવેલા તબીબોની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા વ્યક્તિઓની સ્થિતિ પણ સ્થિર છે.ઉપરાંત પોઝિટિવ આવેલા તબીબોના સંપર્કમાં આવેલા અન્યનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે,કોરોનાને માત આપવા માટે વેક્સિનેશન રામબાણ ઈલાજ છે.જેથી સમયસર વેક્સિનનો ડોઝ લેવો અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.