ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાનો આરોગ્ય વિભાગે શુક્રવારે જાહેર કર્યુ હતું.

ગુરૂવારે કેટલાંક પ્રારંભિક ચિહનો જોવા મળતાં કેશુભાઇ પટેલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આર.ટી.પી.સી.આઇ. ની પ્રક્રિયા અને નમુના હાથ ધર્યા હોવાનું ગાંધીનગર સિવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન નિયતિ લાખાણીએ જણાવ્યું હતું.

કેટલાક ચિહનો દેખાતો તેમના નમુનાઓ જ પરિક્ષણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની ડો. લાખાણીએ માહીતી આપી હતી.

૯૨ વર્ષના પરિવારના મોભી કેશુભાઇ પટેલને ગાંધીનગરમાં જ હોર્મ આઇસોલેશનમાં રખાયું હોવાનું પારિવારિક સુત્રોએ જણાવ્યું હતું. કેશુભાઇ પટેલ ૧૯૯૫માં પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.