આજે ૭મી ઓગસ્ટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ નં.૧૧ના નવા વિસ્તાર (અંબિકા ટાઉનશીપ)ના હાઈરાઈઝ બિલ્ડીંગ અને રહેણાંક સોસાયટીના પ્રમુખોને કોરોના અવેરનેસ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ મીટીંગનો મુખ્ય હેતુ કોરોના અંગે જનજાગૃતિ અને સ્વ.સુરક્ષા આવે એવો હતો. આ મીટીંગમાં અંદાજે ૨૦ સોસાયટીના પ્રતિનિધિઓ ગોલ ટ્રાયોનાં કિશનભાઈ કાલરીયા, સાનિઘ્ય ગ્રીનનાં ભરતભાઈ ટીલવા, ક્રિષ્ના એપાર્ટમેન્ટનાં ગીરીશભાઈ રાજપરા, ઓસમ એપાર્ટમેન્ટનાં સેજલ સીતાપરા, તુલસી એપાર્ટમેન્ટનાં સમીર કોરડીયા, શ્રી દર્શન એપાર્ટમેન્ટનાં જીતુભાઈ ઘોડાસરા, ઓમ રેસીડેન્સીનાં વિનુભાઈ ભાલારા, તુલસીએનાં અરવિંદભાઈ આસોદરીયા, શિવમ પાર્કનાં રસિકભાઈ મુંગરા, શાંતિવન નિવાસનાં મગનભાઈ વાછાણી, બ્લુબર્ડ એપાર્ટમેન્ટનાં વલ્લભભાઈ સાકરીયા, વસંત વાટિકાનાં રમણીકભાઈ મણવર, બ્લુબર્ડ એપાર્ટમેન્ટનાં મોહનભાઈ ભાલોડીયા, કસ્તુરી એવીયરીનાં મહેન્દ્રભાઈ ભુવા, ઈસ્કોન હાઈટનાં અમૃતભાઈ કનેરીયા, રિવેરા હોમ એપાર્ટમેન્ટનાં હાર્દિકભાઈ જાવીયા, કસ્તુરી કેસલ મોહિતભાઈ ઘોડાસરા, શ્યામલનાં પરસોતમભાઈ કાલાવડીયા, શાંતિવન પરિસરનાં નરસિંહભાઈ રૂપાવટીયા, ગોલ કોઈનનાં રમણીકલાલ જાગાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં આવેલ તમામ પ્રતિનિધિને વોર્ડ ઓફિસર નીલેશભાઈ કાનાણીએ કોરોના સંદર્ભે જનજાગૃતિ કેળવવા અને કોરોના અંગેની પ્રાથમિક સમજણ આપી હતી. ત્યારબાદ મેડીકલ ઓફિસર ડો. નીશીતાબેન તરફથી કોરોના બાબતે બાળકો અને વૃધ્ધોએ શું સાવચેતી રાખવી તેમજ ખાસ પલ્સ-ઓક્સીમીટર અને ટેમ્પરેચર ગનના ઉપયોગ અંગે ડેમોસ્ટ્રેશન અને માહિતી આપી હતી.વિશેષમાં વોર્ડ પ્રભારી ભાવેશભાઇજોશીએ તમામને તેઓની સોસાયટીમાં pulse oximeter અને ટેમ્પરેચર ગન વસાવવા અને વધુ સુરક્ષિત જાતે જ વા સમજણ આપેલ તેમજ આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર આવતા હોય વિશેષ તકેદારી રાખવા તા સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કર્યો હતો. સાનિધ્ય ગ્રીન, ઓમ રેસીડેન્સી અને શિવમ પાર્કના પ્રમુખઓ તેમની સોસાયટીમાં pulse oximeter વસાવી ચેકીંગ ચાલુ કરાવી દીધા હતા, તેમને આ બદલ બિરદાવામાં આવ્યા હતા. તમામ પ્રમુખઓને આ ચેકિંગ કાર્યવાહી ચાલુ કર્યા બાદ જો કોઇ વ્યક્તિને લક્ષણો દેખાય તો તાત્કાલીક આરોગ્ય કેન્દ્રની સુવિધાનો લાભ લેવા જણાવાયું હતું. આ તકે સાનીધ્ય ગ્રીન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ ટીલવાએ તેમના દ્વારા પોતાના એપાર્ટમેન્ટ તા ઇન્ડસ્ટ્રીમાં રાખવામાં આવેલ વિશેષ સાવચેતી અને લીધેલ સુરક્ષિત પગલા અંગે તમામ ઉપસ્તિ સોસાયટીના પ્રમુખઓને પોતાના અનુભવ ઉપરી માર્ગદર્શન આપ્યું હતું.