સરકાર માટે અર્થતંત્ર અને ફુગાવાનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી
અબતક, નવીદિલ્હી
હાલ કોરોના અને ફુગાવો તે અર્થતંત્ર ના બન્ને પાટા હોય તે રીતે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર માટે એ ખૂબ મહત્વનું છે કે અર્થતંત્ર રૂપ ગાડી પાટા ઉપરથી ઉતરી ન જાય. આ તકે આરબીઆઈના ગવર્નર એ આશંકા વ્યક્ત કરી છે કે હાલ જે રીતે કોરોના વકરી રહ્યો છે તેનાથી ભારતની આર્થિક સ્થિતિ માં ઘણો બદલાવ આવશે. શકે સરકાર માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે ફુગાવા અને કોરોના ને બંનેને નિયંત્રણમાં રાખવું પડે. એ વાત સ્પષ્ટ છે કે જો દેશમાં કોરોના વખતે તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડશે તો સામે જો આવવાનું પ્રમાણ પણ વધશે તો તે પણ દેશની અર્થતંત્રને ઘણું નુકસાન પહોંચાડશે ત્યારે સરકાર માટે આ બંને વચ્ચે નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય બની ગયું છે.
સરકાર કોરોના માંથી જે રિકવરી થાય છે તેને જોરે આગળ વધી રહ્યું છે પરંતુ સામે કેસ જે રીતે વધુ આવી રહ્યા છે તે પણ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. આ તકે મહત્વનું એ છે કે સરકાર દેશની અર્થવ્યવસ્થા અને દેશના અર્થતંત્રને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકે છે જેનાથી કોઈ પણ વિપરીત અસર દેશ ઉપર ન પડે અને દેશની અર્થવ્યવસ્થા સુચારુ રૂપથી જળવાઈ રહે. નવા નાણાકીય વર્ષમાં પણ સરકાર આ મુદ્દાને અવગણી શકશે નહીં અને આ બન્ને પાસાને ધ્યાને લઇ સરકારે આગામી રણનીતિ ઘડવી પડશે તો જ ફરી દેશની અર્થવ્યવસ્થા સ્થિર થઈ શકશે. આરબીઆઈના ગવર્નર દ્વારા સતત એ વાતની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોના ના વધતા કેસને ધ્યાને લઇ અર્થતંત્ર ડામાડોળ થઇ શકે છે આ તકે જો લોકો સાવચેતી ભર્યું વાતાવરણ ઉભું કરે અને કોરોના કેસ માં ઘટાડો થાય તો તેનો સીધો જ ફાયદો માત્ર દેશના લોકોને નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પહોંચે અને ફરી ફુગાવાનો દર નીચો આવી શકશે પરંતુ હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત દેશ અને નાણા મંત્રાલય દ્વારા સતત એ વાત ઉપર જોર મૂકવામાં આવી રહ્યું છે કે આ બંને મુદ્દાને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય.