મહામારી શરૂ થઇ ત્યારથી વાલીઓ, સરકાર અને સંચાલકો વચ્ચે દ્વંદ યુધ્ધ જેની સ્થિતિનું નિર્માણ થયું
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર અને કાયદા પર ભરોસો ન હોય તેમ બીન ભાજપ સાત રાજયની સરકારનો વિરોધ
કોરોનાની મહામારીના કારણે અસ્ત વ્યસ્ત થયેલા જીન જીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. ત્યારે સરકારે વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાને લઇ જી અને નીટ જેવી મહત્વની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાને રાખી પરિક્ષા લેવા માટે આપેલા સમર્થનના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા મોરચો માંડી કોરોના મહામારીનો ભય બતાવી પરિક્ષા મોકુફ રાખવાની માગ સાથે વિરોધ પક્ષોને સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદા પર ભરોસો ન હોય તેમ આંદોલન છેડવાની અને ફરી સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી ઉચારી વિદ્યાર્થીના ભાવી સાથે રીતસર ચેડા કરી રહ્યા જેવી સ્તિથીનું નિર્માણ થયું છે. કોરોના મહામારીને ભણતરમાં રાજકારણ ઘુસાડવાનો હીન પ્રયાસ થઇ રહ્યો છે. શિક્ષણના મુદે પ્રથમથી જ વાલી, સરકાર અને વિદ્યાર્થી વચ્ચે દ્વંદ યુધ્ધ જેવી સ્થિતી સર્જાયેલી છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા સંવેદનસીલ મુદાને છંછેડી ભણતરમાં રાજકારણ ઘુસાડવાનો પ્રયાસ થઇ રહ્યા છે.
ધોરણ બાર સાયન્સની પરિક્ષા પાસ થનાર લાખો વિદ્યાર્થીઓ માટે એન્જિનીયરીંગ અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની ગણાતી જી અને નીટની પરિક્ષા કેન્દ્ર લેવલે લેવામાં આવી રહી છે. પરંતુ ધોરણ બારની પરિક્ષા પુરી થતાની સાથે જ કોરોના વાયરસના કારણે લોક ડાઉન જાહેર થતા વિદ્યાર્થીઓ તેની નિધારિત સમયે જી અને નીટની પરિક્ષા આપી શકયા ન હતા ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સપ્ટેમ્બર માસમાં જી અને નીટની પરીક્ષા યોજવા માટે સરકારના નિર્ણયને સમર્થન કરી કોરોના મહામારી અંગે તકેદારી રાખી પરિક્ષા યોજવાની મંજુરી આપી દીધી છે. ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા જી અને નીટની પરીક્ષા મોકુફ રાખવા મેદાને આવ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે બીન ભાજપી રાજય રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છતિશગઢ, પોંડીચેરી અને પંશ્ર્ચિમ બંગાળમાં પરીક્ષા યોજવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના આદેશને અવગણી આંદોલન કરવાની અને ફરી સુપ્રીમ કોર્ટમાં દાદ માગવા અરજી કરવાને તૈયારી આરંભી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદે સ્પષ્ટ વલણ જાહેર કર્યુ છે. ત્યારે ફરી આ મુદે વિરોધ પક્ષ સુપ્રીમ કોર્ટમાં દાદ માગવા જવાની હાસ્યાસ્પદ વાત રજુ કરી રહ્યા છે. સાતેય રાજયના મુખ્ય મંત્રીઓ દ્વારા કોરોનાનો ભય બતાવી પરીક્ષાનો વિરોધ કરતો વડા પ્રધાનને પત્ર લખ્યો છે ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષા રદ નહી થાય તેવું સ્પષ્ટ જાહેર કરી અંતિમ નિર્ણય શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે તેમ જાહેર કર્યુ છે.
તા.૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર દરમિયાન જી અને તા.૧૩ સપ્ટેમ્બરથી નીટની પરીક્ષા યોજાશે તેમાં ગુજરાતના ૮૦ હજાર નીટની પરીક્ષા આપશે અને ૪૦ હજાર જીની પરીક્ષાની તૈયારી પુરી કરી લીધી છે. આ રીતે સમગ્ર દેશના વિદ્યાર્થીની વાત કરીએ તો લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી ચુકયા છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા ભણતરમાં રાજકારણ ઘુસાડતા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે.