ડો.ધાંકિયાની હોસ્પિટલ ૧૪ દિવસ માટે ક્ધટેન્મેન્ટ ઝોનમાં લેવાઈ
શહેરમાં કોરોનાનો ફુંફાડો ઝડપભેર વધી રહ્યો છે. ગઈકાલે વધુ કેસ નોંધાયા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૩ વર્ષના યુવકનું મોત થતા મૃત્યુઆંક બે સુધી પહોંચ્યો છે. જયારે કુલ કેસ ૭૦ થયા છે. વધુ એક ખાનગી હોસ્પિટલનાં તબીબ કોરોનાની ઝપટે ચડી ગયા છે.
ગઈકાલે સોરબ સાગર મીના (ઉ.વ.૩૭, દ્વારકાધીશ સોસાયટી), ભાવેશ જયેશભાઈ વેકરીયા (ઉ.વ.૨૧, રહે.જનકપુરી સોસાયટી), ડો.રાજીવ ગોવિંદભાઈ ધાંકિયા (ઉ.વ.૪૩, રહે.દેવરામ શેરી), મંજુલાબેન ભીમજીભાઈ સુતરિયા (ઉ.વ.૬૫, રહે.તણસવા) ઈમરાન ઇકબાલ પરમાર (ઉ.વ.૩૬, રહે.ડાયમંડ નાકા), હનીફ ઈસ્માઈલ ઢાંકવાલા (ઉ.વ.૬૧, રહે.અજીમ ટાવર મરચા બજાર)વાળાને ગઈકાલે પોઝીટીવ રીપોર્ટ આવતા કુલ ૭૦ કોરોનાના કેસ નોંધાયા છે.
જયારે ગતરાત્રે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ઈમરાન સલીમ જુમાણી (ઉ.વ.૩૩) દરમ્યાન મોત થતા મુસ્લિમ સમાજમાં શોક ફેલાઈ ગયો હતો. જયારે શહેરમાં ખાનગી હોસ્પિટલનાં ડો.રાજીવ ધાંકિયાને રાજકોટની ખાનગી ગોકુલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ઉપલેટામાં તેમની હોસ્પિટલ ૧૪ દિવસ માટે ક્ધટેન્મેન્ટ ઝોનમાં આરોગ્ય વિભાગે લીધી છે.
ડો.રાજીવ ધાંકિયાનાં સંપર્કમાં આવેલા અસંખ્ય દર્દીઓની સંખ્યા શોધી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચાલુ કરી છે.