કોઠારીયા, સુરેન્દ્રનગરના દસાડા અને ધ્રાંગધ્રાના મહિલા કોરોના સામેનો જંગ હારી ગયા: શહેરમાં કોરોનાને કુલ આંક ૬૩૯એ પહોંચ્યો
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે અને દિવસે સતત વધી રહ્યું છે. ગઈકાલે રવિવારે ૩૮ કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિઓના મોત નિપજયા હતા. દરમિયાન ગઈકાલ સાંજથી આજ બપોર સુધીમાં ૧૯ કલાકમાં વધુ ૨૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં આજે જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ બપોર સુધીમાં ૩ મહિલાઓના મોત નિપજયા હતા.
ગઈકાલે સાંજે ૫ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વધુ ૨૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂર્યોદય સોસાયટીમાં ૪૦૨-કંકાવટી એપાર્ટમેન્ટમાં ઉષાબેન ભાણવડીયા, ૪૦૨-શ્યામલ વાટીકામાં કેતનભાઈ પરમાર, ન્યુ રામેશ્ર્વર સોસાયટીમાં સિદ્ધાર્થ કમાણી, ગોકુલધામ-૫ બ્લોક નં.૩૩૩માં રમેશ કુંજ ગોહિલ, નાના મવા રોડ પર આર્યલેન્ડ સોસાયટી બ્લોક નં.૯૪માં દયાબેન વેગડા, અક્ષર માર્ગ મેઈન રોડ પર પંચવટી સોસાયટીમાં સંજયભાઈ લાખાણી, કેવડાવાડીમાં હાર્દિક દિનેશભાઈ, જીવણનગર-૩માં કોકીલાબેન જયેન્દ્રભાઈ, કોટેચા ચોકમાં ૬૦૧-સ્વસ્તીક એપાર્ટમેન્ટમાં વિઠ્ઠલભાઈ વાછાણી, ગીરીશભાઈ વાછાણી અને નસીલભાઈ વાછાણી, યુનિ. રોડ પર ૩૦૨-કેશરીનંદન એપાર્ટમેન્ટમાં બીપીનકુમાર ઘોડાસરા, ગ્રીન સિટી બ્લોક નં.ડી-૪૬માં દર્શનાબેન પાટડીયા, ગાંધીગ્રામમાં નરેન્દ્રસિંહ જાડેજા, નાના મોવા મેઈન રોડ પર મંજુલાબેન ઈલા, ૬/૧૨ જયરાજ પ્લોટમાં ચંદુલાલ અમૃતલાલ ફીચડીયા, જયરાજ પ્લોટમાં સંતોષ ડેરી પાસે નિર્મલાબેન આડેસરા, અમીન માર્ગ પર ૭૦૨-એકલવ્ય એપાર્ટમેન્ટમાં સુભાષચંદ્ર છગનલાલ ગોધાણી, રાવલનગર મેઈન રોડ પર ધનંજય-૨ વૈશાલીબેન રાવલ, નાના મોવા મેઈન રોડ પર પર્ણકુટી સોસાયટીમાં રવિભાઈ ધીરજલાલ બોદર તથા હેમાબેન બોદર, પ્રદ્યુમનગરમાં ડો.જાગૃતિબેન મનિષભાઈ મહેતા, વર્ધમાનનગરમાં રશ્મીકાંત ચમનલાલ, પંચનાથ પ્લોટ-૧૭માં રેતુલભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, પર્ણકુટી સોસાયટીમાં કીશોરભાઈ દેસાણીયા અને આરટીઓ ઓફિસ પાસે નરસિંહનગરમાં સતિષભાઈ અમરશીભાઈ સોલંકી નામના વ્યક્તિ સહિત આજે બપોર સુધીમાં કુલ ૨૬ લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આજ સુધીમાં કોરોના પોઝિટિવનો આંક ૬૩૯ થયો છે. હાલ ૩૨૬ દર્દીઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.
આજે સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ કોરોનાના ત્રણ દર્દીના મૃત્યુ નિપજયા છે. જેમાં કોઠારીયા ગામના ૬૩ વર્ષીય જયાબેન કેશુભાઈ સગપરીયા, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ૭૦ વર્ષીય મધુબેન ભવાનીભાઈ સુરગમ તથા ધ્રાંગધ્રાના ૭૦ વર્ષીય વૃદ્ધા આઈશાબેન અબસુલભાઈનું મોત નિપજયું છે. ગઈકાલે પણ કોરોનાએ શહેરમાં ૨ વ્યક્તિનો ભોગ લીધો હતો.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને પણ કોરોના
કોરોનાની મહામારી પ્રસરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દર્દીઓનાં કેન્દ્ર સ્થાન પર રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરિયર્સ અને તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા ગત ૧૮મીના રોજ કોરોનાની ઝપટે આવ્યા બાદ તેમના પત્નિ અને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વડા ડો. જાગૃતિબેન મહેતાને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે.
ત્યારે તબીબી અધિક્ષકના સંપર્કમાં આવેલા અનેક વ્યકિતઓ અને તબીબોનાં પણ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં થોડા દિવસ પહેલા જ રાજકોટ કોવિડ ૧૯ બિલ્ડીંગની મુલાકાતે આવેલા રાજય આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ અને પ્રેસ કોન્ફરન્સ હાજર શહેર પોલીસ કમિશ્નર સહિત અનેક અધિકારીઓના પણ કોરોના ટેસ્ટ કરવની સંભાવના જણાઈ રહી છે.