કેડીલામાં અત્યાર સુધીમાં 28 કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
ધોળકામાં આવેલા કેડિલા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. આ પહેલા ગુરૂવારે 21 કર્મચારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યુ હતુ. જે નવા સાત જણાને કોરોનાને ચેપ લાગ્યો તે તમામ ધોળકાના રહેવાસી છે. આ કર્મચારીઓ ધોળકાના ખારાકુવા, દેવ વિહાર , દેવ વિશ્વા, નુતન સોસયટી તથા બાવળાની શિવ આશીષ સોસાયટીમાં રહે છે.
દસ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના 9 વ્યક્તિ, દસક્રોઈ તાલુકાના ભાટ ગામનો 1 વ્યક્તિ કોરોના સંક્રમિત છે.