નમન ‘નમન’ મેં ફર્ક હૈ, બહોત નમે નાદાન
વાયરસનું સંક્રમણ રોકવા ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ ભારતીય પરંપરાના ‘નમસ્તે’ને અનુસરવા સુચન કર્યું
દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે. કોરાના વાયરસનો ફેલાવો ઝડપથી થવાના કારણે આખુ વિશ્વ કોરોનાનો ઈલાજ શોધવામાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે ભારતીય પરંપરા મુજબ દુરથી જ નમસ્તે કહેવું યોગ્ય હોવાનું વડાપ્રધાન મોદી પણ કહી ચૂકયા છે. દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુએ હાથ મીલાવીને અભિવાદન કરવાની જગ્યાએ ભારતીય અંદાજમાં નમસ્તે કરવું જોઈએ તેવો મત વ્યકત કરતા કોરોના વાયરસે ભારતના નમસ્તેનું મહત્વ વિશ્વને સમજાવ્યું હોવાનો ઘાટ ઘડાયો છે.
નોંધનીય છે કે, કોરોનાના સંક્રમીત વ્યક્તિી ૨ થી ૨.૫ ફૂટનું અંતર બનાવી રાખવું જોઈએ. સંક્રમણી બચવા કોરોના વાયરસના દર્દીની એકદમ નજીક જવું ન જોઈએ. હાથ મિલાવવો ન જોઈએ. સંભવ હોય તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. સમયે સમયે હાથ ધોવા જોઈએ. આ પધ્ધતિ અપનાવવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. જો કે, આવી પધ્ધતિ તો ભારતમાં દશકાઓથી ચાલી રહી છે. ભારતમાં બે વ્યક્તિ મળે ત્યારે હાથ મિલાવીને અભિવાદન કરવાના સને નમસ્તે કરવાનો રિવાજ વર્ષો જૂનો છે. દાયકાઓ પહેલા એક વ્યક્તિની બીમારીનું સંક્રમણ બીજી વ્યક્તિને લાગે નહીં તે માટે હાથ મિલાવાતા ન હતા. માત્ર દૂરથી નમસ્તે કહેવાતું હતું. આ સાથે આધ્યાત્મિક ભાવના પણ જોડાયેલી હતી. વ્યક્તિ નમસ્તે કહે તો સકારાત્મક ઉર્જાનું સંચય થતું હતું.
ભારતીય સંસ્કૃતિમાં નમસ્તેની પરંપરા ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુએ કોરોના વાયરસ સામે લડવા અનુસરી છે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાને નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણી બચવા ઉપાયો અપાયા હતા. નોંધનીય છે કે, નોંધનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણી સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપ્યો છે. લોકોના ટપોટપ મોત થયા છે. દરમિયાન ટવીટર પર નોહેન્ડસેક સેનમસ્તે નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.