દિકરાની ઈચ્છા પુરી કરવા તબીબોની ટીમ કામે લાગી, દિકરાએ અંતિમ વિધિ વિડીયો કોલીંગ મારફત નિહાળી
કોરોના સંક્રમીત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ અંતિમવિધિ ધાર્મિક વિધિ વિધાન અનુસાર અને એ પણ તે દરેકના ધાર્મિક રીતીરીવાજ અનુસાર કરવી એ એક પડકાર છે. રાજકોટ ખાતેની સીવીલ હેાસ્પીટલ સ્થીત કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે આ પડકારજનક અને માનવીય કાર્યને કોવીડ-૧૯ની શરૂઆતથી અત્યાર સુધી સુપેરે નિભાવી રહ્યા છે. ડો. મહેન્દ્રભાઇ ચાવડા અને તેની ટીમ દ્વારા તા. ૧૮-૩-૨૦થી જ કોવીડ -૧૯ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા અને પ્રથમ કોરોનો સંક્રમિત દર્દીના મૃત્યુથી જ આ કાર્યને ખંત અને નિષ્ઠાથી નિભાવી રહેલા ડો. ચાવડા આ અંગે વધુમાં જણાવે છે કે ઠઇંઘ અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમીત દર્દીનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ વિધી એટલે કે મૃતકોને દફનાવવા કે અગ્નિસંસ્કાર કરવા તે બાબતે ચોકકસ નિયમોનું પાલન કરવાનું રહે છે. તેમાંય ખાસ કરીને મૃતદેહને હોસ્પિટલથી તેમના ધર્મ અનુકુળ સ્થળે અંતિમક્રિયા સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા નક્કિ થયેલા નિયમોનુસાર થાય તે માટે હોસ્પિટલનો સર્વન્ટ, સેનેટરી ઇન્સપેકટર અને એમ્બ્યુલન્સ સ્ટાફ જતો હોય છે. જેમાં એમ્બ્યુલન્સમાં મૃતકના વધુમાં વધુ ચાર સગા અને પરિજનો જયારે ફાયરબ્રિગેડની ખાસ વાનમાં માત્ર મૃતદેહને નિશ્ચિત અંતિમવિધીના સ્થળે લઇ જવામાં આવે છે. જયાં તમામ લોકોને પી.પી.ઇ. કીટ પહેરાવી અંતિમવિધિ ખાતે મૃતદેહથી ૧૦ ફુટના અંતરે રાખવામાં આવે છે.
ગત મહિને બનેલ આવા જ એક સંવેદનશીલ હૈયું હચમચી જાય તેવા અમરેલીના મોટી ઉંમરના મહિલાના મૃત્યુના કિસ્સાને વર્ણવતા ડો. ચાવડા કહે છે કે આ મહિલાના તમામ સભ્યો હોમ કવોન્ટાઇન હોવાથી અંતિમવિધીમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હતા. તેમનો એક દીકરો ખુદ પણ કોરોના હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં હતો. આથી તમામ પરિવારના સભ્યોની સંમતિ લઇને આ મહિલાની અંતીમ વિધી હાસ્પિટલના આ કાર્ય સંભાળતા સ્ટાફ દ્વારા જ કરાઇ હતી. તેના દિકરાની ઇચ્છા મુજબ અંતિમવિધીની તમામ ક્રિયા વિડિયોકોલીંગ દ્વારા તેને લાઇવ બતાવાઇ હતી.