‘અબતક’ મીડિયાના સથવારે
પ્રભુ ઈસુના જન્મ સમયે દેવદૂતોએ ગાયેલા ગીતો રજુ કરાયા
રાજકોટ પ્રેમ મંદિર ખાતે પ્રેમ મહોત્સવની ત્રણ દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગઈકાલે કોરલ સિંગીગ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ૧૧ ગ્રુપના ૧૩૦ સભ્યોએ ભાગ લીધો હતો. આ ગ્રુપમાં પ્રથમ નંબર વિજેતા બનેલા ડિવાઈન ગ્રુપને રૂા.૧૦,૦૦૦ તેમજ સર્ટીફીકેટ, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રેમ મહોત્સવ પ્રેમ મંદિરના ફાધર થોમસ અને જેમસ ટાઈલ્સનાં સહકારથી આયોજન કરવામાં આવ્યું છે.
ફાધર જેમ્સ ટાઈલ્સએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રિસમસને લઈને અમે લોકો પ્રેમ મંદિરમાં પ્રેમ મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરતા હોય છે. આજથી ત્રણ દિવસ સુધી અને વિવિધ સ્પર્ધાનું આયોજન રાખેલ છે. આજરોજ કોરલ સિંગીગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોરલ સિંગીગએ પ્રભુ ઈસુના જન્મ સમયે દેવદૂતોએ ગીતો ગાયા એ માટે ઉજવાય છે. આ પ્રોગ્રામમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો અને ખુબ જ સારુ પર્ફોમન્સ આપ્યું હતું. કોરલ સિંગીગ દ્વારા નાતાલનાં સંદેશ આ સ્પર્ધકોએ તેમના ગીતોમાં આપ્યા હતા.
ડિવાઈન ગ્રુપનાં સભ્ય જલ્પાબેન સિંસોદિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફાધર જેમ્સ ટાઈલ્સ અને પ્રેમ મંદિરનો ખુબ આભાર. આ મારું ડિવાઈન ગ્રુપ કોરલ સિંગીગ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલુ છે જેનો અમે ખુબ ગર્વ અને આનંદ થયો છે. આ સ્પર્ધા માટેની અમારી મહેનત અમને ફળી છે. મારી અને મારા ગ્રુપ વતી બધા જ લોકોને નાતાલની શુભેચ્છા પાઠવું છું.
કેન્ડી ગેબરીયલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે લોકો જામનગરથી આવ્યા છીએ. આ કોરલ સિંગીગ કોમ્પીટીશનમાં ભાગ લેવા મેલી આપવામાં આવ્યો એ બદલ આભાર વ્યકત કરીએ છીએ. સંતોષકારક હરિફાઈ થઈ છે માટે સૌને અભિનંદન પાઠવીએ છીએ.
જયોર્જએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રેમ મહોત્સવમાં અમે ભાગ લીધો હતો. જેમાં અમે બીજા નંબરે વિજેતા થયા છીએ. અમને બધાને ગર્વ છે કે અમે સેક્ધડ રનરઅપ છીએ. અમારા ગ્રુપનું નામ સેક્રેટ હાર્ટ કે થરેકલ કોલ છે. અમે ત્રણ અઠવાડિયાથી પ્રેકટીશ કરતા હતા. અમારા સિસ્ટર અને ફાધર બંને પ્રેકટીસ માટે મદદ કરી છે.