સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલજીબ્રાના પેપર મામલે નવો ખુલાસો : પેપર રદ થશે કે નહીં તે નિર્ણય અધ્ધરતાલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં M.Sc સેમ-૧ મેથેમેટિક્સ એલજીબ્રાના પેપરમાં વિદ્યાર્થીઓને જે ક્લાસમાં ભણાવામાં આવ્યું ન હોતું તો તેવા મોટાભાગના વિદ્યાર્થીઓ પેપર કોરું છોડી પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ કુલપતિને રજુઆત કરી હતી જો કે આ મામલે આજે નવો ખુલાસો એ થયો છે કે એલજીબ્રાના પેપરમાં મોટાભાગના સવાલો ગતવર્ષે પૂછ્યા તે જ હતા. જેથી આ મામલે પેપર સેટરની પણ બેદરકારી સામે આવી છે જો કે પેપર રદ થશે કે નહીં તેનો નિર્ણય ટુકસમયમાં લેવાશે તેમ કુલપતિએ જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની M.Sc સેમ-૧ મેથેમેટિક્સની પરીક્ષા ગત સોમવારથી શરૂ થઈ જેમાં પ્રથમ પેપર એલજીબ્રાનું હતું જો કે તેમાં રિંગ થિયરી ના જે સવાલો પૂછાયા હતા તે ભણાવામાં જ આવ્યા નહોતા જેથી એચ.એન.શુક્લ કોલેજ અને માતૃમંદિર કોલેજના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના કાર્યક્તાઓને સાથે રાખી રજુઆત માટે કુલપતિ પાસે દોડી ગયા હતા અને પેપર રદ કરવા માટે માંગ કરી હતી. જો કે આ મામલે નવો ખુલાસો એ થયો છે કે તાજેતરમાં લેવાયે, M.Sc સેમ-૧ એલજીબ્રાના પેપરમાં મોટાભાગના સવાલો એ જ પૂછાયા છે કે જે વર્ષ ૨૦૧૮ના પેપરમાં પૂછવામાં આવ્યા હતા. જેથી આ મામલે પેપર સેટરને પણ ખુલાસો પુછવામાં આવશે. દરમિયાન હાલ સાયનસ ફેકલ્ટી ડિન ડો.મેહુલ રૂપાણીએ વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરી ફરી વખત પરીક્ષા લેવા માટે ભલામણ કરી છે. જો કે કુલપતિ નિતીન પેથાણી સુધી આ ભલામણ લેખિતમાં નહીં પહોંચે ત્યાં સુધી તેઓ એક પણ પ્રકારના પગલાં નહીં ભરે. હાલ એલજીબ્રાનું પેપર રદ થશે કે નહીં તેનો નિર્ણય ૨ થી ૩ દિવસમાં લેવાશે. હાલ જ્યારે એ વાત સામે આવી છે ત્યારે કોલેજમાં વિદ્યાર્થીઓને જે ભણાવ્યું ન હોતું તે પૂછવામાં આવ્યું ત્યારે કોલેજને પણ યુનિવર્સિટી દ્વારા નોટિસ આપી પેનલ્ટી ફટકારવામાં આવે તે જરૂરી છે.