હાલમાં કેટલાક અનાધિકૃત લોકો/સંસ્થાઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કરવામાં આવનાર છે તેવી ખોટી વાતો ફેલાવી રોજગાર વાંચ્છુક યુવા ભાઈ-બહેનોના ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાની માહિતી મહાનગરપાલિકાને મળી છે ત્યારે જાહેર જનતાના હિતમાં આ અંગે જરૂરી સ્પષ્ટતા કરવામાં આવે છે.
વિશેષમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સ્પષ્ટપણે એમ જણાવ્યું હતું કે,જે લોકો/સંસ્થા આ પ્રકારની કાર્યવાહી કરી રહયા છે તેઓ રોજગાર વાંચ્છુક યુવાઓને ગુમરાહ કરી તેઓ સાથે છેતરપિંડી કરી રહયા છે.જાહેર જનતાએ આવા તત્વોથી સાવધાન રહેવાની ખાસ આવશ્યકતા છે.
પોતાનીરીતે જ સફાઈ કામદારોની કહેવાતી ભરતી માટેના ફોર્મ ભરાવી રહેલા તત્વોનું આ કૃત્ય સંપૂર્ણપણે અનઅધિકૃત અને અયોગ્ય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવારરીતે તે અંગેની કાર્યવાહી કરી ઉમેદવારોને જાણ કરવામાં આવશે.આ હકિકત ધ્યાનમાં રાખી યુવા ભાઈ-બહેનોએ અનઅધિકૃત લોકો/સંસ્થા દ્વારા સફાઈ કામદારોની કહેવાતી ભરતીના નામે ફોર્મ ભરવાની જે કાંઈ પ્રક્રિયા થાય છે તેનાથી લલચાવું નહી અને કોઇપણ પ્રકારના પ્રલોભનમાં પડવું નહી.