૧ર૦૦ કિ.ગ્રા. જેટલા એલ્યુમિનિયમના બાબીન અને કોપર તસ્કરો ઉઠાવી ગયાં
આટકોટની સીમમાં જસદણ રોડ પર પીજીવીસીએલ કચેરીનું રીપેરીંગ કામ કરતી ડી.કે. ઇલેકટ્રીકલસમાંથી કોઇ તસ્કરો વીજ ટ્રાન્સર્ફોર્મરની એલ્યુમીનીયરની અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ કિલો ગ્રામ વજનના બાબીન અને કોયર ચોરી જતા આ બનાવ અંગે પેઢી ના સંચાલકએ આટકોટ પોલીસમાં વિધિવત ફરીયાદ નોંધાવતા પોલીસે ફીંગર પ્રિન્ટ અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
આટકોટના જસણદ રોડ પર આવેલ ડી.કે. ઇલેકટ્રીકસ પેઢીના રોડનું ગત રાત્રીના તસ્કરોએ તાળુ તોડી અંદર પીજીવીસીએલ ની કોયલ અને બાબીન અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ કિલો વજન એન્યુનિમિયનમની રૂ| ૧.૭૨ લાખ ની ચોરીનીફરીયાદ નેહલભાઇ ખોડીદાસ બગડાએ આટકોટ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
આટકોટમાં જોડા સમયની શાંતી પછી પાછું તસ્કરોએ માથુ ઉચકતા રાત્રીના વ્યકિતઓ અને વાહનો ચેકીંગની પોલીસ કડક ઝુંબેશ ચલાવી એવી માંગણી ઉઠવા પામી છે.