એપ્લિકેશનના માધ્યમથી સારી કામગીરી કરનાર તાલુકા પોલીસ મથક અને યુનિવર્સિટી પોલીસ મથકને પુરસ્કાર એનાયત
અબતક,રાજકોટ
શહેર પોલીસ દ્વારા અલગ-અલગ એપ્લીકેશનો વીકસાવવામાં આવી છે. જે એપ્લીકેશનો નો શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલ હતી તે કામગીરીના ડેટા ઉપરથી મુલ્યાંકન કરી માહે જાન્યુઆરી 2022 ના માસ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેરના તમામ પોલીસ સ્ટેશનો માંથી પ્રથમ ક્રમાંક મેળવનાર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અને દ્વિતીય ક્રમાંક મેળવનાર ગાંધીગ્રામ-2 (યુની.) પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ કે.પી.આઇ/ ઇ-ગુજકોપ/ ઇ-પોર્ટલ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પુર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદલ બન્ને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોલીસ સ્ટેશન ઓફ ધ મંથ” નુ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલા છે.
શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશન બ્રાન્ચ , પોલીસ હેડ કવાર્ટર માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કે જેઓએ જાન્યુઆરી 2022 ના માસમાં સારી (બેસ્ટ) કામગીરી કરેલ હોય તેવા17 પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા “કોપ ઓફ ધ મંથ” નુ પ્રશંસા પત્ર આપી સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બીરદાવવામાં આવેલ છે. તેમજ આગામી બે મહીનામાં પોલીસ લાઇનમાં રહેતા તમામ પરિવારને રાંધણ ગેસ પાઇપલાઇનની સુવિધા મળી રહેશે તેમ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ એ જણાવેલ હતુ. પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરીવાર ને જીમની સુવીધા મળી રહે તે માટે પોલીસ હેડ કવાર્ટરમાં જીમ બનાવવાની કામગીરી ચાલુ હોય જેની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ એ મુલાકાત લીધી છે.