- રાજકોટ શહેર ભાજપ દ્વારા
- શહેરના તમામ બુથો પર અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ: રાશન કાર્ડ, ઇ-કેવાયસી કેમ્પમાં એક હજાર લોકોએ લીધો લાભ
- ભારતના સ્વપ્ન દુષ્ટા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયી ના રપ ડીસે. ના જન્મ દિવસે સેવા દિવસ તરીકે ઉજવણી કરી રાજકોટ શહેર ભાજપે શ્રઘ્ધાંજલી સાથે સેવા યજ્ઞનો સમન્વય કરી અટલજીને ભાવપૂર્વક યાદ કર્યા હતા.
આવા લોક હૃદય સમ્રાટ અટલજીને પુષ્પાંજલી આપવા અને શત શત નમન કરવા શહેર ભાજપ દ્વારા તેમના જન્મદિવસ રપ ડીસેમ્બરના રોજ રેસકોર્ષ ખાતે આવેલ બાલભવનમાં પુષ્પાંજલી અર્પણનો કાર્યક્રમ અને અટલ બિહારી વાજપાઈના જીવન ચિરત્રની પ્રદર્શનીની રાખવામાં આવેલ હતી.
આ પ્રદર્શનીનું રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ દીપ પ્રાગટય કરી પુષ્પાંજલી અને પ્રદર્શનીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ, પિરમલભાઈ પરડવા, શહેર ભાજપ મંત્રી અને સુશાસન પર્વના સંયોજક વિજયભાઈ પાડલીયા, સહસંયોજક શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ ટોળીયા, શિક્ષ્ાણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા અને શહેરના કોર્પોરેટરો, પ્રદર્શની નિહાળી હતી અને હદય પૂર્વક ભાવ વંદના કરી હતી.
આ સુશાસન દિવસની નોખી અને અનોખી રીતે ઉજવણી થાય તેવા ઉમદા હેતુથી અને ખરેખર જરૂરીયાતમંદ લાભાર્થીઓને મદદરૂપ થઈ શકાય તે માટે ભારત સરકારની યોજના અનુસાર રેશનકાર્ડ અપડેટ કરવાનો ઇ-કેવાયસી કેમ્પ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ અને પુજાબેન પટેલની આગેવાનીમાં યોજાયેલ હતો. જેમાં શહેર ભાજપ સોશીયલ મીડીયા સેલના રાજકોટ મહાનગરના સંયોજક હાર્દિક બોરડ અને શહેર આઈ.ટી.સેલના સહસંયોજક જય શાહ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના રાજકોટ મહાનગરના સંયોજક શ્યામભાઈ ડાભી અને પશ્ર્ચિમ મામલતદાર એ.એમ઼. જોષી તથા ઝોનલ ઓફીસર ધરમભાઈ વાઘેલા, નાયબ મામલતદાર લકીરાજસિંહ જાડેજા અને વિમલભાઈ પરમાર તેમજ પશ્ર્ચિમ મામલતદાર કચેરીના સ્ટાફે આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ કેમ્પનું ઉદધાટન સુશાસન દિવસ-અટલજી જન્મશતાબ્દી વર્ષની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા રાજકોટ લોક્સભાના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ દીપ પ્રાગટય કરી આ ઇ-કેવાયસી કેમ્પની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ શહેરમાંથી 1000 થી વધુ રેશનકાર્ડ ઇ-કેવાયસી ના લાભાર્થીઓએ લાભ લીધો હતો
આ રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ ડો.ચેતન લાલસેતા, રાજદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, શિલ્પાબેન જાવીયા, શિક્ષ્ાણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા સહિતના ભાજપના કાર્યર્ક્તાઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.