રાજસ્થાન દિલ કહી શકાય તેવું છે. આબું-અંબાજી નયમરમ્ય વાતાવરણ, ગુલાબી ઠંડી અને પ્રાકૃતિકના દર્શન તમને ઓછા બજેટમાં આબુમાં મળશે. જેમાં જોવા અને જાણવા જેવા અદ્ભૂત સ્થળો છે. તો ચાલો માળીએ આબુની સફર….

dilwara-temple | Mount-Abu
dilwara-temple | Mount-Abu

– જૈન દિલવાડા મંદિર : દિલવાળા મંદિરનું નિર્માત ૧૧ થી ૧૩મી સદીમાં થયું હતું. જેમાં શિલ્પાકૃતિ માટે દુર્લભ મારબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે વિચાર તો તે આવે કે ટેકનોલોજીનો અભાવ હોવા છતા મારબલ પહાડી પર ચડ્યા કઇ રીતે તો તેના વિશે તમને જણાવી દઇએ કે ૧૪ વર્ષ સુધી આ મંદિર બનાવવા માટેના ઉપયોગ મારબલો મહાકાય હાથીઓ દ્વારા લઇ જવામાં આવ્યા છે, મંદિરની ખાસીયતમાં પંચધાતુની મૂર્તિ, દેરાણી જોઠાણીના ગોખલા અને અદ્ભૂત કલાકૃતિ તમને ચોક્કસથી રોમાંચ કરી દેશે.

 

nakki-lake | mount-abu
nakki-lake | mount-abu

 

– નક્કી તળાવ : આબુની સુંદરતા વધારતુ નક્કી તળાવ જે ત્યાંની ઠંડી વધતા બર્ફમાં પરિવર્તિત થઇ જાય છે. કહેવાય છે કે નક્કી તળાવ ભગવાને તેમના નખથી ખોદીને બનાવ્યું છે.

 

 

sunset point | mount-abu
sunset point | mount-abu

 

– સનસેટ પોઇન્ટ : અરવલ્લી રેન્જ આબુ પર્વતમાંથી સુર્યાસ્તનો ઉત્તમ નજારો દેખાય છે જે આબુનું મુખ્ય આકર્ષણ છે. તો આબુમાં કયામત સે કયામત તક જેવી ફિલ્મોનું શુટિંગ પણ થયું છે.

 

 

Lakeswer-Mahadeva
Lakeswer-Mahadeva

– અચલેશ્ર્વર મહાદેવ : રાજસ્થાનમાં આ એક એવું સ્થળ છે. જેમાં શિવલીંગની નહીં પરંતુ શિવજીના પગનાં અંગુઠાની પુજા કરવામાં આવે છે. જેમાં પંચધાતુનો મહાકાય નંદી રાખવામાં આવ્યો છે તો તળાવ પાસેના ત્રણ પાડા આકર્ષણનું કેન્દ્ર છે. જેનો ઇતિહાસ કહે છે કે એક સમયે ત્યાં એક ઘીનું તળાવ હતું જેમાં રાક્ષસો પાડાનો અવતાર ધારણ કરી તળાવનું ઘી પી જાતા હતા ત્યારે તેને ભગવાને એક જ તીરથી ત્રણ પાડાને મારી નાખ્યા હતા.

 

Brahmakumari piss house | mount abu
Brahmakumari piss house | mount abu

– બ્રહ્માકુમારી પિસ હાઉસ : પહાડોની વચ્ચે રહેલું બ્રહ્માકુમારી પિસ હાઉસ આધ્યાત્મ, યોગ અને પરમાત્માના મિલનનું કેન્દ્ર છે. જ્યાંની સંતવાળી ખરેખર સાંભળવા જેવી છે.

 

mount abu market
mount abu market

 

– માઉન્ટ આબુ બજાર : રાજસ્થાની સાડી, ચોલી, હેન્ડવર્ક, હેન્ડલુમ આઇટમ્સ, અને અવનવી વસ્તુઓથી ભરેલી રંગબેરંગી બજાર જોઇને કોઇપણ ખુશ થઇ જાય છે.

 

 

forest | mount abu
forest | mount abu

 

– માઉન્ટ ફોરેસ્ટ : માઉન્ટના જંગલમાં ૮૦૦થી પણ વધુ કાળા રીચ, ૩૦૦ થી વધુ દિપડા અને શિયાળ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.