જયપુરમાં યોજાતા વાર્ષિક એલીફ્ન્ટ ફેસ્ટીવલમાં ગજરાજનો ઠાઠ

ભારતીય સંસ્કૃતિમાં રંગો અને તહેવારોનું અને‚ મહત્વ છે. રાજયના વિવિધ વિસ્તારો તેમજ પ્રદેશોમાં તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. જેવી રીતે આપણે કચ્છમાં રણોત્સવ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તેવી જ રીતે જયપુરમાં એલીફન્ટ ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવનાર છે. દર વર્ષે માર્ચમાં આ તહેવારની સવાઈ માનસિંગ સ્ટેડિયમ નજીકના પોલો ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવે છે.1 85જયપુરમાં એલીફન્ટ ફેસ્ટીવલ એક વાર્ષિક અવસર છે કે જેમાં રાજસ્થાનના રંગો અને ભાતીગળ પરંપરાની ખુબસુરતી નીખરી આવે છે. મોટાભાગે ગુજરાતી પર્યટકો રાજસ્થાન, કેરળ, જમ્મુ-કાશ્મીર જેવા પર્યટન સ્થળોને પ્રાધાન્યતા આપતા હોય છે ત્યારે જયપુરમાં યોજાતો એલીફ્ન્ટ ફેસ્ટીવલ રાજસ્થાનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ તહેવારમાં હાથીઓને વેલવેટ, વિવિધ વસ્ત્રો, જવેલરી, પેઈન્ટીંગ અને શણગાર સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં એલીફન્ટ ફેસ્ટીવલ રજવાડી ઠાઠ અને પરંપરાનો ઉત્તમ નમૂનો છે. જેમાં ફિમેલ એલીફન્ટને પરેડ માટે ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એલીફન્ટ ફેસ્ટીવલની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.