- રૂ. 175 કરોડના ખર્ચે કલોલ ઇફકો નિર્મિત નેનો યુરિયા લિકવીડ પ્લાન્ટનું ઉદધાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- ગુજરાતની સહકારીના ચળવળને દેશના ખુણે ખુણે પહોચાડવા હાંકલ: ફર્ટિલાઇઝર ક્ષેત્રે આત્મ નિર્ભરતા માટે નેનો ટેકનોલોજીનો ઉ5યોગ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, તા. ર8 મે 2022 ના રોજ કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગાંંધીનગર મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃઘ્ધિ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમીનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના પ્રેરક માર્ગદર્શનમાં તેમજ ગૃહમંત્રી અને સહકાર મંત્રસશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિશેષ ઉ5સ્થિતિમાં તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દભાઇ પટેલ, રાજયનજા મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા અને પ્રદેશ અઘ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબની ઉ5સ્થિતિમાં યોજાયો.
આ સેમીનારમાં રાજયની વિવિધ સહકારી સંસ્થાઓના સાત હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં પ્રધાન સેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબનું રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ તેમજ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે પ્રધાન સેવકને શાલ અર્પણ કરી સ્વાગત કર્યુ. રાજયકક્ષાના મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કૃષિ પેદાશો દર્શાવતું વિશેષ સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આશરે 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ઇફકો નિર્મિત નેનો યુરિયા (લિકિવડ) પ્લાન્ટનું ઉદધાટન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત માતા કી જયના ના નાદ સાથે સંબોધનમાં જણાવ્યું કે, દેશભરમાં લાખો સ્થળોથી આજેખેડુતો ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મિેંદરથી જોડાયા છે. સહકાર ગામડાને સ્વર્નિભર બનાવવા મોટુ માઘ્યમ છે. અને તેમા આત્મનિર્ભર ભરચની ઉજા છે. આત્મ ભારતના નિર્માણ માટે ગામડાનું આત્મિનિર્ભર થવું જરુરી છે.
આ માટે પુજય બાપુ અને સરદાર સાહેબે જે માર્ગ આપણને બતાવ્યો છે તે પ્રમાણે આજે આપણે મોડલ કો. ઓપરેટીવ વિલેજ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાંથી 6 ગામોની પસંદગી કરવામાં આવી છે જયા પુરી રીતે કો. ઓપરેટીવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આજે આત્મવિર્ભર કૃષિ માટે દેશનું પહેલું નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ થઇ રહ્યું છે તેનાથી ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. યુરિયાની એક બોરીની તાકાત એક બોટલમાં સમાઇ ગઇ છે. નેનો યુરિયાની અડધો લીટર ખેડુતની એક બોરીની જરુરીયાતને પુર્ણ કરશે. આનાથી ખેડુતોનો ખર્ચો બહુ ઓછો થશે નાના ખેડુતો માટે મોટી વાત છે.
આધુનિક પ્લાન્ટ કલોલમાં લાગ્યો છે તેની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આવનાર સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં લાગવાના છે. આનાથી યુરિયામાં વિદેશ નિર્ભરતા ઓછી થશે. દેશનો રૂપિયો બચશે. મને આશા છે કે ઇનોવેશન નેનો યુરિયા સુધી સીમીત નહી રહે. ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટીલાઇઝર પણ આપણા ખેડુતોને મળી શકે. આપણા વૈજ્ઞાનિક આજે આ દિશામાં કામ કરી રહ્યા છે. નેનો ટેકનોલોજીમાં આત્મ નિર્ભરતા તરફ જે પગલા આપણે લીધા છે તે કેટલા મહત્વના છે તે અંગે દરેક દેશવાસી સમજે તેમ હું માનું છું. ભારતમાં ફર્ટીલાઇઝર મામલે દુનિયામાં બીજુ સૌથી મોટુ ગ્રાહક છે. પરંતુ ઉત્પાદનના મામલે આપણે ત્રીજા નંબરે છીએ.
આઠ વર્ષ પહેલા આપણા દેશમાં યુરિયા ખેતરમાં જવાને બદલે કાળા બજારીનો શિકાર બનતું ખેડુત પોતાની જરુરીયાત સંતોષવા લાઠી ખાવા મજબુર થતો. આપણે ત્યાં મોટી યુરિયાની ફેકટરી હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થઇ ગઇ હતી. અને એટલ.ે 2014 માં સરકાર બની ત્યાર પછી આપણે યુરિયાની 100 ટકા નિમકોટિનનું બીડુ ઉઠાવ્યું જેથી દેશના ખેડુતને જરુરીયાત પ્રમાણે યુરિયા મળવા લાગ્યું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ફર્ટીલાઇઝરની જરુરીયાતોને પૂર્ણ કરવા માટે ભારતને વર્ષોથી મોટી માત્રામાં અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. આપણી જરુરીયાત નો લગભગ એક ચોથો ભાગ ઇમ્પોર્ટ કરી છીએ પોટાસ અને ફોસફર્સમાં 100 ટકા વિદેશથી લાવુ પડે છે. પાછલા બે વર્ષોમાં કોરોના લોકડાઉન કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફર્ટીલાઇઝરની કિંમત વધી, રશિયા અને યુક્રેન યુઘ્ધની પરિસ્થિતિએ ફર્ટીલાઇઝરની વૈશ્ર્વિક બજારમાં ઉ5લ્બધતા સીમીત કરી દીધી અને કિંમતોને વધારી દીધી. ખેડુતો પ્રત્યે સંવેદનશીલ ભાજપ સરકારે આ આંતરરાષ્ટ્રીય મુદા માટે ચિંતાજનક છે. તેમ છતાં પ્રયત્ન કર્યો કે ખેડુતો પર આની કોઇ અસર ન પડે.
દેશમાં ફર્ટિલાઇઝરનું કોઇ સંકટ આવવા ન દીધું. ભારત વિદેશથી યુરિયા મંગાવે છે તેમાં પ0 કિલોની એક બેગ સાડા ત્રણ હજાર રૂપિયા કિલો પડે છે. દેશમાં ખેડુતોને માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે. યુરિયાની એક બેગમાં આપણી સરકાર 3ર00 રૂપિયાથી વધુ રકમ સરકાર ભોગવે છે. ડિએપીની પ0 કિલોની બેગ પર અઢી હજાર રૂપિયા સરકાર ભોગવે છે. 1ર મહિનામાં બેગ દીઠ પાંચ ગણો ભાર કેન્દ્ર સરકાર પોતે ચુકવે છે. ખેડુતોને તકલીફ ન થાય તે માટે ગત વર્ષે એક લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડી ફર્ટીલાઇઝરમાં કેન્દ્ર સરકારે આપી. ખેડુતોને મળનારી રાહત લગભગ બે લાખ કરોડ થી વધુ થવાની છે. દેશના ખેડુતોના હિતમાં જ પણ જરુરી હશે તે કરીશું.
આ કાર્યક્રમમાં અમિતભાઈ શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના કરી છે કે પાણી પણ પ્રદુષિત ન થાય, ભૂમિ પ્રદુષિત ન થાય હવા પ્રદુષિત ન થાય, તેવી નિરામય ભારતની રચના માટે એક પગલુ આગળ જઈ રહ્યા છીએ તે છે નેનો તરલ યુરિયા કે ઈફકકોએ બનાવ્યું છે તેની દેશભરમાં આજે શરૂઆત થઈ. ગુજરાત સહકારીતા ક્ષેત્રે આજે સમગ્ર દેશમાં સફળ મોડલ માનવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્ર હોય ગુજરાતે સહકારીતાની આત્માને બચાવી રાખવાનું કામ કર્યું છે. દેશભરમાં બહુ ઓછા રાજયો છે.
જયાં સહકારીતા આંદોલન આઝાદીના સમયથી આત્મ નિર્ભર અને સ્વદેશી બે સ્તંભોના આધારે સરદાર પટેલ, મોરારજી દેસાઈ આ બંનેએ ગાંધીજીના નેતૃત્વમાં આની શરૂઆત કરી આ પછી અનેક કાર્યકરો આ ક્ષેત્ર સાથે જોડાતા ગયા અને સમગ્ર જીવન સહકારીતાને મજબૂત કરવા ખપાવી દીધું આ જ કારણ છે કે સરદાર પટેલ અને ત્રિભુવન ભાઈએ વાવેલુ આ બીજ આજે વટવૃક્ષ બનીને ભારત અને વિશ્ર્વ સામે ઉભું છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની માંગ હતી કે કેન્દ્ર સરકારમાં સહકારીતા માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે અને તેમની માંગ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહકારીતા મંત્રાલય માટે ઐતિહાસીક નિર્ણય કર્યો. દેશના ખેડુતો અનેક સહકારીતા આંદોલનના કાર્યકરો જાણે છે કે આ પગલુ આવનાર 100 વર્ષ સહકારીતા આંદોલનને નવું જીવન આપશે.મંત્રાલય બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા નિર્ણય આ વખતના બજેટમાં લેવામાં આવ્યા છે.
કો.ઓપરેટીવ શેરડીની મિલો માટેનો પ્રશ્ર્નનો કે જયારે તેઓ વધારે નફો કરે અને ખેડુતોને ટ્રાન્સફર કરે ત્યારે ઈન્કમ ટેકસ લાગતો આ બજેટમાં આ વ્યવસ્થા દૂર કરી ખેડુતોને આઠ હજારથી વધુનો ફાયદો કરી આપ્યો. સરકારી મંડળીઓનાં એકમો પર સર ચાર્જ 12 ટકા લાગતો અને કંપનીઓ પર 7 ટકા લાગતો મોદીજીએ આ વ્યવસ્થા સુધારી અને સર ચાર્જને 12 ટકાથી ઘટાડી 7 ટકા સુધીનું કામ કર્યું. ક્રેડિટ ગેરંટી ફંડની જેટલી પણ યોજના છે તે હવે કો.ઓપરેટીવના માધ્યમથી નીચે પહોચશે.
નવી સહકારી નીતિ તૈયાર કરવા ભારત સરકારે સુચનો માંગવાનું શરૂ કર્યું છે.વેબસાઈટ પરથી પણ સુચનો આપવા જાહેરાત કરવામાં આવી છે. સહકારીતાનું ડેટા બેંક આજ સુધી દેશમાં ન હતુ. માછલી પાલનની સહકારી સમિતિ, દુધ ઉત્પાદન સહકારી સમિતિ હોય, ઘાસચારા ભેગુ કરતી બહેનોની સહકારી સમિતિ હોય કે કોઈ પણ સહકારી સમિતિનો એક મોટો ડેટાબેસ બેંક ભારત સરકાર બનાવવા જઈ રહી છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનના માર્કેટીંગ માટે આજે કોઈ વ્યવસ્થા નથી.
અમુલ થોડા સમયની અંદર પહેલી લેબોરેટરી ગાંધીનગરની અમુલ ડેરીમાં બનાવવામાં આવશે. અને ત્યાર પછી દરેક જિલ્લામાં તેનો વિસ્તાર કરવામાં આવશે. જેનાથી સર્ટીફાઈડ ઓર્ગેનીક કૃષિ ઉત્પાદન લોકો સુધી પહોચશે. ખેડુતોને આનો ફાયદો મળશે. નેનો યુરિયાન ઉપયોગથી 99 ટકા યુરીયા ઉત્પાદન વધારવામાં મદદ મળશે અને 100 ટકા ઉપર વધારવા ઈફકોના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે. અંતમાં અમિતભાઈ શાહે વિશ્ર્વાસ અપાવતા જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજયમાં ભુપેન્દ્રભાઈની સરકાર સહકારીતા ક્ષેત્રને વધુ મજબુત કરવા કોઈ કસર બાકી નહી રાખે.