સારાય દેશમાં ૧૪ નવે.થી એટલે કે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂના જન્મદિનથી ૨૦ નવે. સુધી ‘સહકાર સપ્તાહ’ની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સહકાર સપ્તાહ ઉજવણીની શરૂઆત સરકારી ધ્વજવંદનથી થાય છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૬૬માં અખીલ ભારત સરકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સંઘની ઓફીસે સહકારી ધ્વજવંદન ગુજરાત રાજયના કેબીનેટ મીનીસ્ટર ઈફકોના ડિરેકટર તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના ચેરમેન જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ, સમુહમાં સહકાર ગીતનું વાંચન કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રથમદિન ગ્રામીણ સહકારી સંસ્થાઓ દ્વારા નવા સાહસોનો પ્રારંભ દિનની ઉજવણી કરવામાં આવેલ.
આ પ્રસંગે ડિસ્ટ્રીક કો.ઓપ. બેંક લી.ના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ સહકાર સપ્તાહ ઉજવણીનો ઉદેશ સમજાવતા જણાવેલ કે સહકારી પ્રવૃત્તિનો વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને સાથે સાથે છેવાડાના વંચીત ગામડાઓ સુધી સહકારી પ્રવૃત્તિની સુવાસ પ્રસરે તે માટે ઉજવણી કરવામાં આવે છે.રાજયમાં સહકારી પ્રવૃત્તિમાં રાજકોટ જિલ્લાનું મોખરાનું સ્થાન છે.
આ સહકારી ધ્વજવંદન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવિણભાઈ એમ.રૈયાણી, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન મગનભાઈ ધોણીયા, રાજકોટ જિલ્લા સહકારી સુધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી.ના ચેરમેન રવજીભાઈ હિરપરા, રાજકોટ કોમર્શિયલ કો.ઓપ. બેંક લી.ના એમ.ડી. બીનાબેન, સી.ઈ.ઓ તથા જનરલ મેનેજર પુષોતમભાઈ પીપરીયા, રાજ બેંકના સી.ઈ.ઓ તથા જનરલ મેનેજર ખોખરા જિલ્લા સંઘના ડિરેકટર જિલ્લા સંઘ મહિલા સમિતિના ક્ધવીનર પ્રફુલાબેન સોની તથા મહિલા સમિતિના સભ્ય ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટના ઈ. પ્રિન્સીપાલ સ્ટાફ તથા તાલીમાર્થીઓ તેમજ જુદી જુદી સહકારી સંસ્થાઓમાંથી સહકારી આગેવાનો, અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ ધ્વજ વંદન કાર્યક્રમમાં રાજય સંઘ આયોજીત સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરનાર અર્બન સહકારી બેંકોની શિલ્ડ હરિફાઈ યોજવામાં આવેલ, જેમાં રાજકોટ કોમર્શિયલ કો.ઓપ. બેંક લી. રાજકોટ પ્રથમ નંબર આવેલ તેઓને આકર્ષક શિલ્ડ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર જયેશભાઈ રાદડીયાએ એનાયત કરેલ, ધરતી કો.ઓપ. બેંક લી. રાજકોટ દ્વિતિય નંબર આવેલ તેઓને આકર્ષક શિલ્ડ, પ્રમાણપત્ર, તથા રોકડ પુરસ્કાર મગનભાઈ ધોણીયાએ એનાયત કરેલ તેમજ રાજકોટ પીપલ્સ કો.ઓપ. બેંક લી. રાજકોટ તૃતીય નંબર આવેલ તેઓને આકર્ષક શિલ્ડ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર ગોવિંદભાઈ રાણપરીયાએ એનાયત કરેલ.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન મગનભકાઈ ધોણીયાએ પ્રાસંગીક પ્રવચન દ્વારા સ્વાગત પ્રવચન કરેલ.
આ ધ્વજવંદનનું સંચાલન સી.ઈ.આઈ. એ.જે. ઘેટીયાએ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંઘના એકઝી. ઓફીસર પરેશભાઈ ફેફર તથા જિલ્લા સંઘના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.