સૂર્ય દેવતાએ પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે ત્યારે લોકો ઠંડક મેળવવા સ્વીમીંગ પુલોનો આશરો લેતા જોવા મળી રહ્યા છે. સ્વીમીંગ પૂલોમાં ઉનાળાનાં પ્રારંભે આ મહિનાથી બમણો ઘસારો જોવા મળી રહ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકો દરરોજ સ્વીમીંગ પૂલમાં જઈને ઠંડકનો આનંદ મેળવે છે.
શિયાળામાં ખાલી ખમ દેખાતા સ્વીમીંગ પૂલોમાં ઉનાળો આવતા લોકોની ભીડ વધવા લાગી છે. ગરમ વાતાવરણ વચ્ચે લોકો સ્વીમીંગ પૂલમાં પાણીની ઠંડક લઈને મજા માણતા જોવા મળે છે.