ચાલી રહેલી કાળજાળ ગરમીમાં સતત કઈક ઠંડાપીણાં તેમજ નવી ઠંડક આપતી વાનગીની ઈચ્છા મનમાં થતી હોય છે. ત્યારે અમુક ઘરમાં રહેલી સામગ્રી અને આહાર તે ઘરમાં રાખવી આ સમયે ખૂબ મદદરૂપ બની શકે છે. ત્યારે ગરમીમાં પસીનો થવો તે ખૂબ સમાન્ય છે.
પસીનો થવાના કારણો ?
મૂડમાં થતા બદલાવ તે પસીનાને લીધે થતાં હોય છે. મનુષ્ય શરીર તે આશરે ૫૫% પાણી હોય છે. તો જ્યારે તમે કસરત કરો કે પછી તડકામાં બહાર જાવ તો પસીનો થતો હોય છે. ત્યારે પસીનામાં મુખ્ય રીતે શરીરમાંથી મીઠા તેમજ ક્લોરાઈડની માત્રા પસીના ના સ્વરૂપે બહાર આવે છે. ત્યારે ઉનાળામાં પાણી તેમજ જ્યુસ પીવું તે ખૂબ આવશ્યક હોય છે.
કઇ સામગ્રીનું સેવન વધુ કરવું ?
ભાત
આ સામગ્રી દરેક રાજ્યોમાં પોતાની પદ્ધતિથી અલગ રીતે વપરાતી હોય છે. ત્યારે શરીર અવશ્ય વધારે છે પણ તે ગરમી માટે ખૂબ ગુણકારી સામગ્રી માનવમાં આવે છે. દરરોજ તમારા અહારમાં ભાતનું સેવન કરવાથી તમારી તમને થતી ગરમીમાં રાહત મળશે. ભાતમાં ખૂબ સારા પ્રમાણમાં ફાઈબર આઈરન હોય છે. જ્યારે પણ તમે રાંધેલા ભાતનું સેવન કરો તો તેમાં ૬૦% જેટલું પાણીનો ભાગ હોય છે.
છાસ
ઉનાળાની ગરમીમાં છાસ તે ખૂબ સારા પ્રમાણમાં પીવી જોઈએ. છાસ તે મુખ્ય રીતે દહીમાંથી બનાવામાં આવે છે. ગરમીમાં દહીનું સેવન વધારી દેવું જોઈએ. તેના કારણે તમને ગરમીમાં રાહત મળશે. દહી તેમજ છાસ બન્નેમાં ૭૦% જેટલું પાણી હોય છે. છાસ પીવાના ફાયદા તેમાં વિતમીન તેમજ કેલશિયમ સારી માતત્રામાં હોય છે. તેનાથી તમને પેટમાંમાં ઠંડક થશે.
સફરજન
ફળમાં સૌથી ઠંડક આપતું એક ફળ તે સફરજન. આ ફળનું ઉનાળામાં સેવન કરવાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ ફળમાં વિટામિનથી ભરપૂર છે જેમાં વિટામિન એ,સી સારા પ્રમાણમાં હોય છે. આ ફળનું સેવન કરવાથી હૃદયની અનેક બીમારીથી પણ તમે બચી શકો છો. એનેરજી અને કોલેસ્ટ્રોલને ઘટાડતું આ ફળ તમારા ઉનાળામાં સેવન કરવું જોઇએ જેના કારણે તમને ગરમીમાંથી મળશે રાહત.
તો આ સામગ્રીનો આહારમાં સમાવેશ કરવાથી તમને ગરમીમાંથી મળી શકે છે મુક્તિ. જે તમારા સ્વાસ્થ્યને પણ લાભ પણ આપી શકે છે.