ક્યુલોટ્સ બધા ફિગરવાળાને સૂટ થાય છે એટલે એ યંગ જનરેશનનું નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયું છેઆપણે કોઈ પાર્ટીમાં જવાના હોઈએ અને આપણી પાસે ટોપમાં પહેરવાનાં ઘણા ઑપ્શન હોય છે, પણ બોટમમાં પહેરવા માટે સ્કર્ટ અવા તો જીન્સ જ હોય. પણ જો તમે ક્રાઉડમાં અલગ તરી આવવા માગતા હો અને કંઈ અલગ ટ્રાય કરવું હોય તો તમારે તમારા વોર્ડરોબમાં ક્યુલોટ્સનો સમાવેશ કરવો જોઈએ. એ વુમન માટે એક કમ્ફર્ટબલ આઉટફિટ છે. એની લૂઝ પેટર્ન સમરમાં એકદમ કૂલ ફીલ કરાવે છે.
ક્યુલોટ્સ એટલે શું?
ફોર્મલ લુક આપતાં ક્યુલોટ્સ સ્કર્ટ જેવાં જ હોય છે. બાંદરામાં પોતાનું બુટિક ચલાવતી તન્વી શેઠ કહે છે, ક્યુલોટ્સ લૂઝ ટ્રાઉઝરની સ્ટાઇલમાં બનાવેલું હોય છે. જેને સ્કર્ટ ન પહેરવું હોય એના ઑલ્ટર્નેટિવમાં ક્યુલોટ્સ બનાવેલું છે. લેડીઝ જ્યારે હોર્સ-રાઇડિંગ કે પછી સાઇક્લિંગ કરતી ત્યારે તેમના માટે સ્કર્ટ પહેરવું પોસિબલ નહોતું. એટલે તેમણે સ્કર્ટ અને પેન્ટનું કોમ્બિનેશન ક્યુલોટ્સ શોધ્યું. ક્યુલોટ્સ કમ્ફર્ટેબલ ઑપ્શન હતું અને પછી એ ધીરે-ધીરે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનતું ગયું.
ક્યુલોટ્સ ત્રણ પ્રકારની લેન્ગ્માં પહેરી શકાય – મિડકાફ લેન્ગ્, ઍન્કલ લેન્ગ્ અને ની લેન્ગ્. એમાં સૌથી વધારે મિડકાફ લેન્ગ્ વધુ પ્રચલિત છે. જો તમારી હાઇટ ઓછી હોય અને પગ પાતળા હોય તો તમારે ઍન્કલ લેન્ગ્ના ક્યુલોટ્સ પહેરવાં જોઈએ. ઓછી હાઇટવાળા લોકોએ મિડકાફ લેન્ગ્નાં ક્યુલોટ્સ ન પહેરવાં જોઈએ, કેમ કે તેઓ વધારે ઠીંગણા લાગશે. જો તમે પાતળા હો તો તમારે મિડકાફ ક્યુલોટ્સ પહેરવું જોઈએ. જેનું ભરાવદાર શરીર હોય તેમણે ફુલ લેન્ગ્ ક્યુલોટ્સ પહેરવાં જોઈએ.
ક્યુલોટ્સ પર તમે કેઝ્યુઅલ શર્ટ, બ્લેઝર, જમ્પર પણ પહેરી શકો છો. હવે તો બધા સ્નીકર્સ પણ પહેરે છે. ઑફિસમાં મિડકાફ ક્યુલોટ્સ સો ફોર્મલ શર્ટ પહેરી શકાય. સ્પોર્ટસમાં ક્યુલોટ્સ પહેરવાં જોઈએ.
મટીરિયલ
ક્યુલોટ્સ લેતા સમયે પ્રિન્ટ અને કલર પર ખાસ ધ્યાન આપવું. ક્યુલોટ્સમાં ઘણી જાતનાં મટીરિયલ મળે છે. જેમ કે લિનન, પોલિયેસ્ટર, સેટિન, સિલ્ક અને વેલ્વેટ. આ સિવાય ફોલિંગ મટીરિયલ જેમ કે શિફોન, જ્યોર્જેટ, ક્રેપમાં પણ તમે બનાવી શકો છો. એ સિવાય પ્રિન્ટેડ ક્યુલોટ્સ પણ મળે છે. જો તમે ક્યુલોટ્સનું શોપિંગ કરવા જાઓ તો તમારે યુનિક અને સોલિડ કલર્સ લેવા જોઈએ. જેમ કે નેવી બ્લુ, ઑરેન્જ, પિન્ક અવા બ્લેક ઘણા સારા લાગે છે. પ્રિન્ટેટ ક્યુલોટ્સની ઉપર પ્લેન પહેરવું. એક જ રંગનાં ક્યુલોટ્સ તમને કેઝ્યુઅલ લુક આપશે. ક્લાસિક લુક માટે બ્લેક અને વાઇટનું કોમ્બિનેશન વધારે સારું લાગશે.
પેટર્ન
ક્યુલોટ્સમાં ઘણા પ્રકારની પેર્ટન આવે છે. બાવીસ વર્ષી ફેશન-ડિઝાઇનરનું કામ કરતી તેજલ ટોલિયા કહે છે, કોઈકમાં આગળ પ્લીટ્સ હોય છે. કોઈ ક્યુલોટ્સમાં સાઇડ પર ઝિપ પણ હોય છે. તમે આગળ બે સાઇડ બોક્સ પોકેટ અને નવો લુક આપી શકો છો. બેઝિકલી એની જે સ્ટાઇલ છે એ તો લૂઝ હોય છે, પણ એમાં તમે વિવિધ પ્રકારની પેર્ટન આપી શકો છો. ક્યુલોટ્સ અને પલાઝોમાં ઘણો ફરક હોય છે. પલાઝોની બોટમ બહુ બ્રોડ હોય છે, પણ ક્યુલોટ્સની બોટમ એટલી બ્રોડ હોતી નથી.