- એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે
સમગ્ર રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે તેથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. બે દિવસ પહેલાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે સવારે ઠંડક અને બપોરે તાપના કારણે ફરી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. અપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ પણ છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. જ્યોતિષના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાની શરુઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે.
1થી 3 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. 6થી 8 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 8 અને 9 એપ્રિલના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. ગુજરાતના કોઈક ભાગોમાં વંટોળ સાથે મહિના અંતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. 16થી 18 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
19થી 20 એપ્રિલમાં પણ મધ્ય પ્રદેશ સુધીનું હવામાન પલટાશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે. એપ્રિલના અંતમાં એટલે કે 27થી 29 એપ્રિલના વાદળછાયુ અને આંધી-વંટોળ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.રાજ્યમાં એપ્રિલ મહિનો ગરમ રહેવાની વકી છે, મહિના દરમિયાન 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની વકી છે. 26 એપ્રિલ બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેવાની શક્તા રહેશે. કચ્છ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ઊંચું જશે.