છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 4 લાખ 24 હજાર 990 શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જેમાંથી માત્ર 5,497 યુવાઓને જ સરકારી નોકરી મળી છે. ગુજરાતમાં હાલ 4,02,391 શિક્ષિત અને 22,599 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે.
જ્યારે વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જિલ્લામાં બે વર્ષમાં એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. જ્યારે ડાંગ જિલ્લામાં 1, તાપી અને જામનગર જિલ્લામાં માત્ર 2-2 બેરોજગારોને સરકારી નોકરી મળી છે.