રરમી સુધી વિવિધ વાનગીઓ સરળ રીતે શીખવવામાં આવશે: શેફ ઇરા રસોઇ સ્ટુડીયોના હેડ અને પહ્મશ્રી સંજીવ કપુર પાસેથી તાલીમ મેળવનાર શેફ અમી ગણાત્રાનું પ્રેરક આયોજન.

શેફ ઇરા રસોઇ સ્ટુડીયોના હેડ અને પહ્મશ્રી સંજીવ કપુર પાસે જેમણે તાલીમ લીધી છે તેવા શેફ અમી ગણાત્રાના માર્ગદર્શન હેઠળ આગામી સોમવારથી તા.રર મે સુધી ખાસ કુકિંગ કાર્યશાલા નું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં નામના ધરાવતા શેફ લોકોને વિવિધ અને કયારેય ના શીખી હોય તેવી એકદમ સરળ વાનગીઓ સરળતાથી શિખવશે. કાર્યશાળા અંગે વિસ્તૃત વિગત આપવા થશે અમી ગણાત્રા અને શેફ જલ્પાબા ડોડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં એકમાત્ર રસોઇ સ્ટુડિયો ધરાવતા શેફ ઇરા રસોઇ સ્ટુડિયો અમી ગણાત્રાએ જણાવ્યું કે તેઓએ રસોઇ ક્ષેત્રે ડિગ્રી લીધી છે તેથી તેનો લાભ લોકોને આપવાના ઉમદા આશયે કૂકિંગ કાર્યશાળ નું આયોજન કર્યુ છે. જેમાં તા.૧૪ ને સોમવારે ૧પ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા મુળ કોલકતાના અને હાલ ખીરસરા પેલેસના હેડ શેફ દેબાનંદ, પંજારી કયુઝીનની ટ્રેનીંગ આપશે. પસંદગી આપ કી જલવા હમારા નામ હેઠળ શિખવા આવેલ મહિલાઓ જે સબજી કહેશે તે ત્યારે જ લાઇવ  બનાવી શીખવાડાશે.

જયારે તા.૧પને મંગળવારે વેજ બીરીયાની અને તંદુરનો એજ રીતે વર્કશોપ રહેશે. જયારે તા.૧૬ ને બુધવારે એગ્રીકલ્ચર હેડ તેમજ બાગાયત શાસ્ત્રના સહ પ્રાધાયક ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા ડો. કારેથા સાહેબ જામ, જેલી, કેન્ડી, અથાણાં અને શરબતને કોઇપણ કેમીકલ વિના કઇ રીતે બનાવી શકાય તેની અનોખી તાલીમ આપશે જેનો ગુજરાતમાં પ્રથમવાર વર્કશોપ થઇ રહ્યો છે. તા.૧૭ને ગુરુવારે અમદાવાદ ટીજીબીના માલિક કે જેઓ ખુદ શેફ છે અને રપ વર્ષનો અનુભવ ધરાવે છે.

તેવા શેફ શાલિની ગોપલાની તમામ પ્રકારની એગ લેસ કેક ઘરે કઇ રીતે સહેલાઇથી બનાવી શકાયતેનું લાઇવ નોલેજ આપશે. તા.૧૮ને શુક્રવારે પ વર્ષથી ૧૬ વર્ષના બાળકો માટે સૌપ્રથમ વખત કપકેક, હેલ્ધી સલાડ, ચોકલેટ, પ્લેટ ડેકોરેશન, સેન્ડવીચ, નાસ્તા વગેરે કેમ બનાવવા તેની ટ્રેનીંગ બાળકોને આપશે જેથી સ્કુલમાં યોજાતી કુકિંગ કોમ્પીટીશનમાં પણ તેઓ ભાગ લઇ શકે.

એટલું જ નહીં આ વર્કશોપમાં જે ફુડ બનશે તે આવેલા લોકોને ત્યાં જ ચાખવા મળશેકે ઘરે પણ લઇ જશઇ શકશે. સાથો સાથ ભાગ લેનાર તમામને શેફ કેપ અને રેસીપી કઇ રીતે બનાવવી તેની રીતનું લખાણ પણ અપાશે. આ કાર્યશાળાની વિષેશતા છે. હેન્ડસ ઓન કુકીગ જેમાં ભાગ લેનારને શીખવાની સાથે તેની પાસે ત્યાંજ વાનગી બનાવવાની પ્રેકિટસ પણ કરાવાશે. જુનીયર શેફ નીખીલનો પણ સહયોગ મળ્યો છે.

આ ઉપરાંત તા.રર ના રોજ ૭ વર્ષનો હોટલ ક્ષેત્રે અનુભવ ધરાવતા શેફ જલ્પાબા ડોડીયા દ્વારા ઇટાલીયન, મેકિસકન અને થાઇ વાનગીનો વર્કશોપ વર્કશોપ પણ આયોજીત કરાયો છે. રસોડાથી રંગમંચ સુધી પહોચવા એટલે કે શેફ તરીકે કારકીર્દી ઘડવા માંગતી મહિલાઓ કે પુરૂષો માટે અહિં સર્ટિફીકેટ કોર્સ પણ ઉપલબ્ધ કરાવાયો છે. કૂકિંગ કાર્યશાળા માં ભાગ લેવા નામ નોંધણી માટે અમી ગણાત્રા મો. નં. ૮૫૧૧૧  ૫૪૬૫૧ ઉપર વહેલા કે પહેલાના ધોરણે સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.