અક્ષરમાર્ગ ખાતે ઓવેલા પ્લાઝામાં શુભારંભ
રાજકોટમાં સૌપ્રથમવાર રસોઈ સ્ટુડીયોનું ભવ્ય આયોજન તા.૧૪ના રોજ અમી ગણાત્રા દ્વારા અક્ષરમાર્ગ, ઓવેન પ્લાઝામાં કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સંજીક કપુરના વરદ હસ્તે થયેલ હતું. આ તકે અમી ગણાત્રાએ અબતક મીડિયા હાઉસની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજકાલ ફુડ ફીલ્ડમાં આગળ વધવું હોય તો હોટેલ મેનેજમેન્ટ કરવું જ‚રી છે તો હવે આજકાલ બધા લેડીઝને એવી પરમિશન નથી મળતી કે ફુલ ડે હોટેલ મેનેજમેન્ટ કરવા જાય અને પોતાનું કેરીયર આગળ વધારે એટલે હવે એના માટે થઈ એક સરસ રસ્તો કાઢેલો છે કે કોઈપણ લેડીઝને આગળ વધવું છે તો હું એ લોકોને પ્લેટફોર્મ પુરુ પાડીશ જેના માટે મેં ખાસ સ્ટુડીયો ઓપન કરેલો છે.
જે માત્ર મહિલાઓ માટે પરંતુ કોઈપણને આગળ વધવું છે તો બાળકોથી લઈને કોઈ ઉંમર સુધીના હોય એમના માટે પ્લેટફોર્મ પુરુ પાડીએ છીએ. વાનગીમાં તો એવું કહી શકું કે અગણિત વસ્તુ છે. ઘણી બધી વાનગી છે એના માટે કાઉન્ટ કરીને ના આપી શકું. આજે આપણે પંજાબી બિરયાની અને તંદુરનો વર્કશોપ હતો તો આજે બધાએ અલગ-અલગ બિરયાની શીખી છે અને ઘરે કેમ તંદુરી રોટી બનાવી શકીએ કારણકે ઘરે કેમ તંદુરી રોટી બનાવી એ વસ્તુ થોડુક અજીબ લાગે છે પણ સારી રીતે ગેસ પર શીખવાડી છે તો એમને લાભ સારો મળી શકે. આપણે એક દિવસમાં ૧૨ થી ૧૫ વાનગીઓ શીખવાડી છીએ જેની લેન્ધી રેસીપી હોય તો ૨૦ થી ૨૫ રેસીપી જે નાની નાની હોય એ ૨૦-૨૫ શીખવાડીએ છીએ. અત્યારે પોષકતત્વોની વાત કરીએ કોઈથી વસ્તુ આપણા શરીર માટે જરૂરી છે જેમ કે ચોકલેટ પણ આપણા શરીર માટે જરૂરી છે એવી જ રીતે બિરયાની બનાવેલી છે તો બીરયાની પૌષ્ટિક વસ્તુ છે કે જેમાં શાકભાજી વેજીટેબલ આવશે અને ખાસ કરીને બાળકોને વેજીટેબલ આપીએ એના કરતા બિરયાની આપીએ તો એ જમશે.
વાત કરીએ તો એમાં ઘણા બધા વિટામીન્સ, વેજીટેબલ્સ આવેલા છે. જે સાઈટ્રિક જેવા કેમીકલ્સ આવેલા છે જેનાથી વિટામીન પણ મળે છે અને જેમ કે કેમિકલની વાત કરીએ તો માટી, લોખંડ ત્યારબાદ સ્ટીલ, આર્યન આ બધી વસ્તુમાં આપણે બનાવેલું છે. જયારે નાના હતા ત્યારે ખબર હતી કે આર્યન શરીર માટે જરૂરી છે તો આર્યન જેવા પોષકતત્વો પણ મળે છે. વાનગી પર આધાર રાખે પણ થોડી તૈયારી કરીએ તો ૧૫ થી ૩૦ મિનિટમાં એક વાનગી બનાવી શકીએ. આપણે જેમાં કારકિર્દીની શરૂઆત કરી શકો છો જેમાં ૩ અને ૪ મહિનાનો કોર્ષ છે. બાકીના એક-એક દિવસના ઘણા એવા ઘણા કોર્ષો જોવા મળે છે.
મહિલાઓની વાત કરીએ તો ઉનાળો છે છતાં પણ રૂમમાં પડયા હશે પણ આટલા ધગધગતા તડકામાં પણ લગભગ ૭ થી ૮ આવે છે. બાળકોને આપણે અલગ ટ્રેનિંગ આપીએ છીએ અને મહિલાઓને પણ અલગ ટ્રેનીંગ આપીએ છીએ અને ઘણીવાર આપણે એવું પણ કરીએ છીએ કે બાપ, દીકરા, દીકરી અને માત્ર બાળકો જ આગામી દિવસોમાં છે. જેમાં ૧૬નું નોંધાયેલા થયેલું છે. આવતીકાલે આજસુધી કયાંય ન થયા તેવા કલાસ કરવાના છીએ જેમ કે જામ, અથાણા, સરબત બનાવતા શીખવાડશું જ આ બધી વસ્તુ કઈ રીતે ૧ થી ૨ વર્ષ સુધી સ્ટોર કરી રાખવી એ પણ કોઈપણ કેમિકલ વગર એ વૈજ્ઞાનિક ૫ઘ્ધતિ નિષ્ણાંત દ્વારા કલાસ છે. જેમને લગભગ ૩૦ વર્ષનો અનુભવ છે જયારે જામ ખાતા આવડે પણ બનાવતા ન આવડે કઈ રીતે બનાવટ અને પ્રક્રિયાના કલાસ છે અને ગૃહ ઉધોગ ચાલુ કરી શકે તેવી માહિતી આપીશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com