ઈંગ્લેન્ડના સૌથી સફળ પરંતુ ‘લો પ્રોફાઈલ’ બેટસમેન એલિસ્ટેર કુકે ટેસ્ટ કારકિર્દીની અંતિમ ઈનિંગ્સમાં ભારત સામે ૧૪૭ રન ખડકયા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું છે. ૩૩ વર્ષીય કુકે માર્ચ ૨૦૦૬માં નાગપુર ખાતે ભારત સામે રમીને ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
જેમાં તેણે પ્રથમ ઈનિંગ્સમાં ૬૦ જયારે બીજીમાં અણનમ ૧૦૪ રન કર્યા હતા. હવે જયારે કુક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી રહ્યો છે ત્યારે પણ યોગાનું યોગ કારકિર્દીનો અંતિમ ટેસ્ટ મેચ પણ ભારત સામે છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારા બેટસમેનના કુમાર સગાકારાને પાછળ મુકીને પાંચમાં સ્થાને કુક આવી ગયો છે.
કુકે ૧૬૧ ટેસ્ટમાં ૧૨૪૭૨ રન નોંધાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારા ડાબોડી બેટસમેનમાં પણ કુક હવે મોખરે છે. જેમાં સગાકાર બીજા અને બ્રાયન લારા ત્રીજા સ્થાને છે.