મહાનુભાવોનાં હસ્તે મેડિકલ વિભાગ ચિલ્ડ્રન વિભાગ અને ઓપરેશન થીયેટરનું ઉદઘાટન કરાયું
સુરેન્દ્રનગર ખાતે સી.યુ. શાહના મેડીકલ વિભાગ, ચિલ્ડ્રન વિભાગ તથા ઓપરેશન થીયેટરનું ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
સી.જે. હોસ્પિટલ ખાતે યોજાયેલા વિવિધ વિભાગોનાં ઉદઘાટન સમારોહ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ અને સમારોહના પ્રમુખ ડો.પી.જી. દોશીએ જણાવ્યું હતુ કે સુરેન્દ્રનગર શહેર આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી દિશા તરફ કૂચ કરી છે બદલાતા સમયની સાથે દર્દીઓને આધુનિક ટેકનોલોજીયુકત સારવાર મળી રહે તે માટે અધતન આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાના સંસ્થાના પ્રયાસો રહ્યા છે.
આ પ્રસંગે જશવંતભાઈ શાહ, દિલીપભાઈ પટેલ શ્રીમતી વર્ષાબેન દોશી ધનરાજભાઈ કેલા રણજીતસિંહ ઝાલા, વિપિનભાઈ ટોલીયા તથા શાહબુદીનભાઈ રાઠોડે પ્રાસંગીક ઉદબોધનો કરતા જણાવ્યું હતુ કે શિક્ષણ અને આરોગ્ય એ સમાજના મહત્વના આધાર સ્તંભો છે. આ બંને સ્તંભો જો મજબુત હશે તો સમાજ, રાજય અને રાષ્ટ્ર મજબુત રહેશે. સુરેન્દ્રનગરમાં આરોગ્ય અને શિક્ષણ માટે દાતાઓએ હરહંમેશા દાનનો પ્રવાહ વહેતો રાખી બંને સ્તંભોને મજબુત રાખ્યા છે.