રાષ્ટ્રહિત માટે ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાનું આહવાન કરાયું: દિલ્હીમાં ૨૯ ઓકટોબરે મહાસંમેલન, ચીનની વસ્તુની પ્રવેશ બંધી કરાવવા માટે આવદેન અપાશે

સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશભરમાં ચીનકી ચુનૌતી ઔંર હમારા કર્તવ્ય વિષય પર સંમેલનો યોજાઈ રહ્યા છે. તે અનુસાર રાજકોટ શહેરમાં ઉદયપૂરના પેસેફીક યુનિ.ના કુલપતિ ભગવતીપ્રકાશ શર્માના પ્રેરક પ્રવચન સાથે તેઓ રાષ્ટ્રીય સહ સંયોજક સ્વદેશી જાગરણ મંચ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘ ચાલકજી પણ છે.

તેઓએ કહ્યું કે આપણી અને ચીનની સેના છેલ્લા દોઢ માસથી આમને સામને છે. ચીને આપણી સરહદમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરેલ છે. બે બંકર તોડી પાડેલ છે. વર્ષભરમાં ૪૦૦ થી ૪૫૦ સમય ગેરકાયદેસર સરહદ પર ઘૂસણખોરી કરી છે.અને આપણી જમીન ધીમેધીમે હડપ કરવા આગળ વધે છે. ૩૮૦૦૦ ચો.કી.મી. જમીન ૧૯૬૨માં આપણી હોવા છતાં તેના પર ગેરકાયદેસર કબજો કરેલ છે. હજુ સીકકીમ, અ‚ણાચલ, લડાખની ૯૦,૦૦૦ચો.કી.મી જમીન માંગી રહ્યું છે.

આપણે જગતના ૧૯૦ દેશો સાથે વેપાર કરીએ છીએ તેમાં સૌથી મોટો વધુ વેપાર ચીન સાથેનો છે.

વધુમાં તેઓએ રાષ્ટ્રના હિતમાં ચીનન સામાનનો બહિષ્કાર કરવા માટે આહવાન આપેલ હતુ ચીન ‚પી રાક્ષસને આર્થિક રીતે જ આપણે પહોચી શકીએ તેમ છીએ આપણે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીએએજ સમસ્યાનો ઉકેલ છે.

પશ્ર્ચિમ ક્ષેત્રના સહ સંયોજક રમેશભાઈ દવેએ ચલો દિલ્હીના નારા સાથે આગામી તા.૨૯ ઓકટોબરના સંમેલનની માહિતી આપી હતી દિલ્હીમાં એક દિવસનું મહાસંમેલન છે. દેશભરમાંથી ૧ લાખ કાર્યકર્તા રામલીલા મેદાનમાં એકત્ર થઈ કેન્દ્ર સરકાર દ્વારા ચીનની વસ્તુની દેશમાં પ્રવેશ બંધી થાય તે માટે વિશાળ રેલી સાથે આવેદન પત્ર આપશે. દેશભરમાં એક કરોડ નાગરીકની સહીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવશે.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગિરીશભાઈ કરમટા, મહેમાનોનો પરિચય, યોગેશભાઈ ભટ્ટ, આભારવિધિ વિનોદભાઈ પેઢડીયાએ કરી હતી. સંચાલન ભરતભાઈ ત્રિવેદીએ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.