સંમેલનમાં કોન્ટ્રાકટરોનો પક્ષ અને ભવિષ્યમાં લેવાનાર પગલા અંગે ચર્ચા

જીએસટીના ઉંચા દરોના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ તેમનો પક્ષ તથા ભવિષ્યમાં લેવાનાર પગલા અંગે ચર્ચા કરશે.

કોન્ટ્રાકટરો દ્વારા ૨૧ જૂને મળેલી મીટીંગમાં આ અંગે નિર્ણય લઈ નવા જીએસટી માળખાનો વિરોધ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ અંગે મહાસંમેલન માટેનો નિર્ણય ચર્ચાના અંતે લેવામાં આવ્યો હતો. તેમજ આ સંમેલનમાં જીએસટીની બાંધકામ ક્ષેત્રે પરની અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવશે એવુ કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. તેમજ ૨૫૦૦ સભ્યો દ્વારા સરકારી કોન્ટ્રાકટર માટે પણ નિર્ણય હાથ ધરાશે. જે કોન્ટ્રાકટરો માત્ર રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાકટ માટે કાર્ય કરતા હોય છે તેઓ જણાવે છે કે નવા ટેકસમાળખા દ્વારા ૮ થી ૧૨ ટકા વધારે બોજો સરકારી કોન્ટ્રાકટરોને નડશે. જયારે જીએસટી ૧૮ ટકા કરાશે ત્યારે તમામ કોન્ટ્રાકટરો જેમા રોડ બિલ્ડીંગ માટે સરકાર દ્વારા કાયદો બદલાયો હોય કોન્ટ્રાકટરો પર વિવિધ રીતે ટેકસ વસુલીને બોજો લદાશે. એવુ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે આ બાબતે ધ્યાન દોર્યું હતું કે રાજય સરકાર દ્વારા કોન્ટ્રાકટ દ્વારા ફાળવણીનો લાભ હવે નહીં આપવામાં આવે જેના કારણે કોન્ટ્રાકટરોને ૧૦ ટકા વધારે ચુકવણી વર્તમાન પ્રોજેકટ પર જીએસટીની અસરના કારણે લાગશે. હાલ ૭ થી ૮ ટકા વેરો જેમા વેટ પણ આવે છે તે ભરીએ છીએ. જેમાં ૫ થી ૭ ટકાનું માર્જીનને વધારાના ૧૦ ટકા ઉમેરો થશે. ત્યારે અમે તેને વખોડીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.