નાના વડાળામાં વ્યસન મૂકિત, એકાંકી નાટક, કલાસિકલ ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની વર્ષા
કણસાગરા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સ્પેશ્યલ કેમ્પનું આયોજન નાના વડાળા ગામ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ડાન્સ, નાટક, બેટી બચાવો બેટી પઢાઓ જેવાવિષય ઉપર નાટયએકાંકી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વ્યસન મૂકિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ લોકોને ઘેલુ લગાડયું હતુ. ભ્રષ્ટાચાર, મહામારી મોંઘવારીનો જે અંધકાર ફેલાયો છે. તેને શિક્ષણનો દ્વીપ પ્રગટાવી દૂર કરવાનો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે ડો. યશવંત ગોસ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી.
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતનાં ઉપાધ્યક્ષ પ્રફુલ ગોસ્વામીએ જણાવ્યું કે કણસાગરા કોલેજમાં આ ભવ્ય કેમ્પમાં ઘણી બધી દિકરીઓએ ભાગ લીધો હતો. ખાસ તો વિદ્યાર્થીઓને સાત દિવસીય ટ્રેનીંગ આપી રાષ્ટ્રભાવના કેળવાય તેવા સંસ્કારો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમને પ્રોત્સાહન પેટે ઈનામો અપાયા હતા.
ગ્રામજન ભાવિક સોજીત્રાએ જણાવ્યું કે તેઓનાં ગામમાં રાજકોટથી કણસાગરા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે છેલ્લા સાત દિવસથી ચાલુ હતો વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીની બહેનોએ વ્યસનમૂકિત, વૃક્ષારોપણ ઓર્ગનડોનેશન જાગૃતી માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પ આગામી વર્ષે પણ યોજાઈ તેવી ઈચ્છા વ્યકત કરી. હતી.
વિદ્યાર્થીઓના ચારીત્ર્યનું નિર્માણ એ રાષ્ટ્રનો વિકાસ: ડો.એન.કે. ડોબરીયા
સૌ.યુનિ.ના એન.એસ.એસ. વિભાગના કોડીનેટર ડો.એન.કે. ડોબરીયાએ જણાવ્યું હતુ કે નાના વડાળા ગામના સહકારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શકય બની અને વિદ્યાર્થીના જીવનમાં ચારીત્ર્ય નિર્માણ થાય તો સારા રાષ્ટ્રનું નિર્માણ છે. તે એન.એસ.એસ.નો મુખ્ય હેતુ છે. તે ઉદેશ કેમ્પ દ્વારા ચરિતાર્થ થયો તેમ જણાવ્યું.
વ્યસનમુક્તિ જેવા જનજાગૃતિના કાર્યક્રમો જરૂરી: જેત્સુરભાઇ ગુજરીયા
ભારત વિકાસ પ્રદેશ સૌરાષ્ટ્ર-કચ્છના ખજાનચી જેત્સુરભાઈ ગુજરીયાએ જણાવ્યું કે એન.એસ. દ્વારા નાનાવડાળા ગામ ખાતે છેલ્લા સાત દિવસથી કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમને અભિનંદન પાઠવ્યા. અને સ્વચ્છા, વ્યસનમૂકિત જેવા જાગૃતિ કાર્યક્રમો યોજાયા. અને બહેનોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે.
લીડરશીપનો અનુભવ અવિસ્મરણીય: ધારા સિધ્ધપરા
કણસાગરા કોલેજ એન.એસ.એસ. લિડર ધારા સિધ્ધપરાએ જણાવ્યું કે તેવોએ એન.એસ.એસ.ના ત્રણેય કેમ્પ કર્યા છે. જયારે ત્રીજા વર્ષે લીડરશીપ નિભાવી હતી ખાસ તોક આ લીડરશિપમાં તેમને ધણાખરા અનુભવો થયલે કેમ્પની તૈયારી તેવો એકથી દોઢ મહિના અગાઉ કરતા હોય છે. કેમ્પ દરમિયાનનો સૌથી અગત્યનો કાર્યક્રમ સાસ્કૃતિક હોય છે. તે વધુને વધુ સારો રહે તેવા પ્રયત્નો કરાય છે.
કેમ્પને કારણે સ્ટેજ ફિયર દૂર કરવાનો મોકો મળ્યો: દિશા
એન.એસ.એસ. કેમ્પ લિડર દિશાએ જણાવ્યું કે સ્પેશ્યલ કેમ્પ દરમિયાન અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે. મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તેમણે ડાકલા, પતિપત્નીની ધમાલ, રામબોલો ભાઈ રામ જેવા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વધુમાં તેમણે કહ્યું કે, એન.એસ.એસ. કેમ્પથી તેને પોતાનો સ્ટેજ ફિયર દૂર કરવાનો મોકો મળ્યો. કેમ્પના છેલ્લા દિવસે કાર્યક્રમ સમાપન યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા જેમાં ગામનાં વડીલોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ તો લોકોમાં જાગૃતી આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.