આચાર્ય યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ રહેશે ઉપસ્થિત
વૈશ્ર્વિક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે સેવારત સમસ્ત મહાજન દ્વારા પાંજરાપોળો, ગૌશાળાઓ, જીવદયા સંસ્થાઓ, કાર્યકર્તાઓ, પશુપાલકો, દાતાઓનું બે દિવસીય, વિરાટ સંમેલનનું આયોજન શ્રીજી ગૌશાળા (નવા ક્રિકેટ સ્ટેડિયમ સામે, ખંઢેરી, જામનગર રોડ, રાજકોટ) ખાતે ગીરીશભાઈ શાહ તથા સાથી ટીમ દ્વારા કરાયું છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતિનું પુન: સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત, કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી જાળવણી, જળ સંરક્ષણ, ખેડુત સમૃદ્ધિ, સ્વચ્છ દુધ ઉત્પાદનોની ઉપલબ્ધી પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર, સરકારી સહાયની માંગણી તથા યોજનાઓ સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે.
આ સંમેલનમાં વિખ્યાત સંતો-મહંતો, ગૌશાળા, પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, જાહેર જીવનના અગ્રણીઓ, અધિકારીઓ, ગૌસેવકો, ગૌવૈજ્ઞાનિકો, ગૌસંવર્ધકો, ગૌ આધારીત ઉધોગપતિઓ, બુદ્ધિજીવી સમુદાય, પત્રકારો, શિક્ષણવિદો, કલાકારો વિગેરે ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં તા.૧૯ જાન્યુઆરી-૨૦૨૦, રવિવારના સવારે ૮ થી ૯ દરમ્યાન રજીસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ સવારે ૯:૦૦ કલાકેથી મંગલાચરણ થશે. સંમેલનનાં પ્રથમ દિવસે ભારત સરકારનાં એનિમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી, પ્રખર જીવદયા પ્રેમી જૈન શ્રેષ્ઠી યોગેશભાઈ (રાજુભાઈ) અને શ્રીમતી અંજનાબહેનનાં સુપુત્ર ચિ.કુમારપાળનાં લગ્ન જામનગર નિવાસી ચંદ્રેશભાઈ અને કીર્તિદાબહેન સાથે તા.૧૮ જાન્યુઆરીનાં થનાર હોય, નવ દંપતી તા.૧૯નાં આ સંમેલન દરમિયાન શ્રીજી ગૌશાળામાં ગૌ વંદના કરી ગૃહસ્થાશ્રમનાં મંગલચરણ કરશે. આ શિબિરમાં રસ ધરાવતા જીવદયા પ્રેમીઓએ પ્રતિ વ્યકિત દિઠ ટોકન રૂ.૨૦૦/- ભરી નામ નોંધાવી લેવા અપીલ કરાઈ છે. આ રકમ બે દિવસના આયોજન (જમવા, નાસ્તો અને અન્ય વ્યવસ્થા) પેટે ખર્ચ થશે. આ રકમ વ્યકિતગત જ આપવી. પાંજરાપોળમાંથી અથવા જીવદયાના રકમમાંથી ન આપવી તેવી વિનંતી કરાઈ છે.
આ સંમેલનની વિશેષ માહિતી માટે રજીસ્ટ્રેશન માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), રાજુભાઈ શાહ (મો.૯૪૦૮૨ ૫૧૯૩૧), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ચંદ્રકાંતભાઈ શેઠ (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), ધીરૂભાઈ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સમગ્ર આયોજનની સફળતા માટે શ્રીજી ગૌશાળાનાં ડો.પ્રભુદાસભાઈ તન્ના, જયંતીભાઈ નગદીયા, વિનુભાઈ ડેલાવાળા, ભુપતભાઈ છાંટબાર, દિલીપભાઈ સોમૈયા સહિતની સમગ્ર ટીમનો સુંદર સહયોગ મળ્યો છે. સંમેલનને સફળ બનાવવા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મિતલ ખેતાણી, રાજુભાઈ શાહ, રમેશભાઈ ઠકકર, ચંદ્રકાંતભાઈ શેઠ, દેવેન્દ્ર જૈન, પ્રતિક સંઘાણી, ધીભાઈ કાનાબાર, ભરતભાઈ ભીમાણી, હરેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, ચંદ્રેશભાઈ પટેલ, હેમાબેન પારસભાઈ મોદી, ભાસ્કરભાઈ પારેખ, વિરેશભાઈ બારાઈ, દિનેશભાઈ ધામેચા, દોલતસિંહ ચૌહાણ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહી છે.