મા‚તિ ક્ધસ્ટ્રકશનને કામ સોંપાયા બાદ કામ ભેદી રીતે બંધ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનું રજીસ્ટ્રારને આવેદન
૧૦ દિવસમાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન છોડવાની ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ ૨૦૦૮માં ૩.૨૮ કરોડના ખર્ચે અદ્યતન કોન્વોકેશન હોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આજે ૧૦ વર્ષ બાદ ભ્રષ્ટાચારના માચડારૂપ કોન્વોકેશન હોલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર કૌભાંડની તપાસ કરવા અને કોન્ટ્રાકટર સહિત કૌભાંડ આચરનાર તમામ વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયાને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો ૧૦ દિવસમાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સભ્ય હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતામંડળ સમક્ષ અવાર-નવાર યુનિવર્સિટી કેમ્પસ પર બે ભવનોના ૨૦૦૮ના પાયાના ખાતમુહૂર્ત થયાને લગભગ ૧૦ વર્ષ જેટલો સમય થઈ ગયો હોય અને સતામંડળમાં બેઠેલા લોકોને વારંવાર રજુઆત કરવામાં આવી અને આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખ તથા હોદેદારો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને રજુઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં એક કોન્વોકેશન હોલ અને સેમિનાર હોલમાં વગર ટેન્ડર પ્રક્રિયાએ ૧.૬૮ કરોડ જેટલી રકમ ચુકવાઈ ગઈ છે. તાજેતરમાં છેલ્લી સેનેટ બેઠકમાં વિલાભાઈ કડછાએ આ પ્રશ્ર્ન પુછયો ત્યારે યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતા તમામ સેનેટોની હાજરીમાં જણાવાયું હતું કે, બંને હોલ તૈયાર છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હકિકત કંઈક અલગ જ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮માં વિદ્યાર્થીઓને પદવી એનાયત માટે ૪ હજારની બેઠક વ્યવસ્થાવાળા કોન્વોકેશન હોલનું નિર્માણ કરવાનું નકકી થયું હતું.
મા‚તિ ક્ધટ્રકશનને કામ સોંપાયું હતું પરંતુ ભેદી રીતે કામ અચાનક બંધ થઈ ગયું હતું. ઓગસ્ટ-૨૦૧૧માં કુલપતિ કમલેશ જોશીપુરા નિવૃત થાય તે પહેલા જ જુલાઈ-૨૦૧૧માં ભેદી રીતે કામ બંધ થઈ ગયું હતું. ત્યારપછી આવેલા કુલપતિ મહેન્દ્ર પાડલીયા અને પ્રતાપસિંહ ચૌહાણે કોન્વોકેશન હોલના નિર્માણ માટે શુદ્ધા પણ ન લીધી હોવાનું સામે આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી ૧૦ દિવસમાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ તપાસ કરવામાં નહીં આવે કે કોઈ પગલા ભરવામાં નહીં આવે અને ચીફ વિજિલન્સ કમિશનરને જાણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ આવેદનમાં ભરતસિંહ જાડેજા, જયકિશન ઝાલા, જયપાલસિંહ રાઠોડ, હરપાલસિંહ જાડેજા, અમિત પટેલ, મનદીપસિંહ ઝાલા, હર્ષદીપ જાડેજા, હરદીપ જાડેજા, પૃથ્વીરાજ આહિર સહિતના જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,