વધતી જતી સુવિધાઓ માનસિક અને શારીરિક રીતે લોકોને નબળા બનાવે છે જેના પર મનોવિજ્ઞાન ભવને 918 લોકો પર સર્વે કરી તારણો મેળવ્યા
આજના સમયમાં વધતી જતી સુવિધાએ માણસને પાંગળો બનાવી દીધો છે. લોકોને જેટલું મળે છે એટલાથી એ સંતોષ નથી માટે એ કશુક મેળવવા હેતુ તે ગમે તે હદ સુધી જઈ શકે છે.વધતી જતી સુવિધાઓના કારણે આજે વ્યક્તિ અસંતુષ્ટ થયો છે અને ભૌતિક સુવિધાઓ મેળવવા આજે માણસ શાશ્વત બ્રહમ ને ભૂલી ગયો છે.જેમ જેમ માણસ પાસે સુવિધાઓના સાધનો વધારે છે તેમ તેમ આજે માણસ વધુ ને વધુ દુ:ખી અને તણાવ નો અનુભવ કરી રહ્યો છે. સમાજમાં ઘણી માન્યતાઓથી ઘેરાયેલો માણસ જિંદગીમાં ક્યારેય સુખ પ્રાપ્ત ન કરી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે,
કારણ કે ભૌતિક સુખ સુવિધાઓ શરીર ને આરામ આપી શકે છે – શરીર ને સુખ આપી શકે છે પણ મનને નહિ.માટે આજકાલ લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાય ગયું છે.આજે વ્યક્તિ ભૌતિક સુવિધાઓ વગર રહી શકતો નથી, એકલતાનો અનુભવ કરે છે. વ્યક્તિ ને દરેક નાની મોટી જરૂરિયાતો સાથે ભૌતિક સગવડતાઓ સંકળાયેલી છે જેના અનેક કારણો હોય શકે. અવરોધો માણસને મજબૂત બનાવે છે. અતિ સુવિધા માણસને પાંગળો બનાવે છે. જેમ બાળકોને વધુ સુવિધાઓ વાલીઓ તરફથી પ્રાપ્ત થાય છે તેમ તે વધુને વધુ આધારિત બનતું હોય છે તેમ મનોવિજ્ઞાન ભવનના અઘ્યક્ષ ડો. યોગેશ જોગસણ જણાવ્યું હતું.
સર્વે દરમિયાન આવેલા લોકોના અભિપ્રાય
આ સર્વેમાં 918 લોકો પાસેથી આ દરેક પ્રશ્નોના જવાબ મેળવવામાં આવ્યા હતા
- 59% લોકો એ જણાવ્યું હતું કે ભૌતિક સુખ સગવડતાના કારણે માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- 7% લોકોએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતા ઓછી સુવિધાઓ મળે તો તે બાબત સ્વીકારી શકાય નહિ.
- 82% લોકો વર્તમાન માં જે સુખ સુવિધાઓ મળી તેનાથી સંતોષ અનુભવતા નથી.
- 54% જેટલા લોકો જરૂરિયાત પુરી ન થતા માનસિક તાણ ઉદભવે છે.
- 37% લોકો માને છે કે વધુ પડતી સુવિધા ઘર કંકાસ,આક્રમકતા કે ગુસ્સાનું કારણ હોઈ શકે.
- 72% લોકો માને છે કે બહાર જવા માટે ઘરનું સાધન હોવું જરુરી છે.
- 57% લોકો એવું માને છે કે જરૂરિયાત પુરી કરવા માટે બધા પ્રકારની સુવિધા હોય તો જ જીવન જીવી શકાય.
- 70% લોકો પોતાની જરૂરિયાત પુરી ન થતા હતાશા, ચિંતા, તણાવ અનુભવે છે.
- 45%લોકો બધા પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવા માટે સમય ની ખેંચ અનુભવે છે.
- 52% લોકો ઓનલાઇન ખરીદી કરવા પર ભાર આપે છે કેમ કે ખરીદી કરવા જવાનો અને લોકોને મળવાની તેઓ ઓછો ઇરછા ધરાવે છે.
ફાયદાઓ
- સમયની બચત.
- અભ્યાસક્ષેત્રે ઉપયોગી.
- આંતરક્રિયા વધુ સરળ બની.
- રોજગારીમાં વધારો.
- મનોરંજનનું માધ્યમ.
- નવી નવી બાતોની જાણકારી મેળવી.
- વિકટ સમયે લોકોનો સંપર્ક જલ્દી કરી શકાય.
ગેરફાયદાઓ
- શારીરિક શ્રમ માં ઘટાડો
- માનસિક સમસ્યાઓ વધી
- આર્થિક શોષણ વધ્યું.
- એકલતાનો અનુભવ.
કારણો
- દેખાદેખી, ઈર્ષા
- જરૂરિયાત
- તણાવ જન્ય પરિસ્થિતિ
- ચિંતા,હતાશા
- નબળી આર્થિક પરિસ્થિતિ
- વધતી જતી ઇચ્છાઓ
- વ્યક્તિની અપેક્ષાઓ કે મહત્વકાંક્ષા
- સંઘર્ષ જન્ય પરિસ્થિતિ