શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ થયા’તા
કોરોના પોઝિટિવ જણાતા ખાસ હોસ્પિટલમાં સારવાર અપાઈ
અમદાવાદમાં ૬૭ વર્ષિય વૃધ્ધના કોરોના સંક્રમણની સારવાર બાદ કલાકોમાં જ મોત નિપજતા અને મૃતદેહ બસ સ્ટોપથી મળી આવ્યા વિવાદ થયો છે અને આ અંગે તપાસની માંગ થતા સરકારે વાણીજય કમિશ્નરને તપાસ સોંપી છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદની રોહિત પાર્ક સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષિય ગણપતભાઈ મકવાણાને મે માસના પ્રથમ અઠવાડીયામાં શ્વાસની બિમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા તેમને કોરોનો પોઝીટિવ જણાતા ૧૨૦૦ બેડની કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર કરવામાં આવી હતી.
શનિવારે સિવિલ હોસ્પિટલ ખાતેથી અન્ય પાંચ દર્દી સાથે ગણપતભાઈને પણ સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તેમણે કર્મચારીઓને જણાવ્યું હતુ કે હુંરોહિત પાર્ક સોસાયટીમાં રહું છું એટલે મને નજીકના બીઆરટીએસ બસ સ્ટોને છોડી જવામાં આવશે તો ત્યાંથી હું ચાલતો મારા ઘેર જઈશ
મુકત કરાયેલા આ દર્દીઓને આઈસીએમઆરની માર્ગદર્શિકા મુજબ હોસ્પિટલમાંથી મુકત કર્યા બાદ સાત દિવસનું સેલ્ફ આઈસોલેશન પાળવાનું હતુ.
શનિવારે બપોરે ૧ વાગ્યે બીઅરટીએસ બસ સ્ટોન પરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બસ સ્ટોપન પરનાં સલામતી વોર્ડને વૃધ્ધ સુતા હોવાનું જણાવ્યું હતુ પણ તપાસ કરતા તે મૃત્યુ પામ્યાનું જણાતા તુરત જ તેણે પોતાના ઉપરની જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગણપતભાઈના ખીસ્સામાંથી તેમના ત્રણ પુત્રો પૈકી ધર્મેન્દ્રના નંબર મળી આવ્યા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્રણેય ભાઈઓ હોસ્પિટલે પહોચી ગયા હતા વૃધ્ધના પોષ્ટ મોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતુકે મકવાણાને મેના પ્રથમ સપ્તાહમાં દાખલ કરાયા બાદ પોઝીટીવ આવ્યા તેમની સારવાર કરવામાં આવી હતી કોરોના પોઝીટિવ જણાતા તેમને કોરોના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સિવિલની બેદરકારીથી મારા પિતાનું મોત થયું: કિર્તીનો આક્ષેપ
ગણપતભાઈના પુત્ર કિર્તીભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે મારા પિતાનું હોસ્પિટલ તંત્રની બેદરકારીથી મૃત્યુ થયું છે. હોસ્પિટલ તંત્ર તેમને રજા આપી ત્યારે અમારા ત્રણ ભાઈઓમાંથી કોઈને જાણ કરવામાં આવી ન હતી. પોલીસ અમારે ત્યાં આવી ત્યારે અમને મારા પિતાના મૃત્યુની જાણ થઈ હતી. હોસ્પિટલે અમને કોઈ જાણ કરી નહતી આ માટે જે જવાબદાર હોય તેની તપાસ કરી કડક સજા કરવી જોઈએ.