શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ ઉગ્ર બન્યો છે. ફિલ્મમાં એક ગીતના પ્રદર્શન પર સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અયોધ્યાના સંતોએ ભગવા માટે રેલી કાઢી. સંત સમાજે શાહરૂખ ખાન પર સનાતન વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. બોલીવુડ અને હોલીવુડ બંને સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. સનાતન ધર્મની સંસ્કૃતિની મજાક ઉડાવવામાં શાહરૂખ ખાનની હંમેશા ભૂમિકા રહી છે આવા આક્ષેપ લોકો દ્વારા મુકવામાં આવી રહ્યા છે ત્યારે લોકગાયક રાજભા ગઢવીએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ દર્શાવતાં કહ્યું છે કે 75 વર્ષથી બોલીવુડ સનાતન પરંપરાને ખરાબ લગાડવા માટે જે કોશિશ થઈ રહી છે. હમણાં જે શાહરુખની પઠાણ ફિલ્મ આવે છે, એના ગીતનું જે રિલીઝ થયું છે એમાં દીપિકાએ ભગવું અને કંઈક પહેર્યું છે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન જ થવા દેવી જોઈએ. કંઈક ને કંઈક આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે. બધા ગુજરાતીઓ તૈયાર થઈ જાજો. ભગવા કપડાં પહેરાવી અશ્લીલ ડાન્સ કરી આપણી પરંપરા પર આવું કરતા આવ્યા છે એ આપણે સહન કરવાનું નથી. એ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય અને નહીં થાય.
વિડીયોમાં આગળ જણાવતા રાજભાએ કહ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થવી જોઈએ નહિ. હું ગુજરાતનું એટલા માટે કહું છુ કે આની શરુઆત આપણા ઘરથી થવી જોઈએ. બાકી આખા ભારતમાં આ તૈયારી રાખવાની છે
‘બેશરમ રંગ’માં દીપિકા–શાહરુખનો ઈન્ટિમેટ ડાન્સ
‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનો ઈન્ટિમેટ ડાન્સ જોવા મળે છે. દીપિકાની બોલ્ડ સ્ટાઈલ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ‘બોયકોટ પઠાણ’ ટ્રેન્ડ કરી રહ્યું છે. ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા-શાહરુખના હાથનો એક હાવભાવ અને દીપિકાના કપડા પસંદ આવી રહ્યા નથી.