- ટેબલ સહિતના પ્રશ્નનો નિવેડો નહીં આવે તો લોક અદાલતનો બહિષ્કાર અને તા. 4 માર્ચથી આશિક હડતાલની ચીમકી
- બાર એસો.ને રૂમની ફાળવણી ન થઇ હોવાથી ઉભા ઉભા જનરલ બોર્ડ મળ્યું
- બારના હોદેદારો અને સિનિયર-જુનિયર વકીલોની ઉપસ્થિતિમાં નિર્ણય
રાજકોટમાં નવનિર્મિત કોર્ટનું લોકાર્પણ થયા બાદ સતત વિવાદમાં રહેલા નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવાનો મુદ્દો ફરી ઉછળ્યો હોય તેમ વકીલો દ્વારા ટેબલ ગોઠવી દેવામાં આવતા ન્યાયાધીશો દ્વારા પોલીસને બોલાવવામાં આવતા વકીલોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યાને આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. વકીલોની ગરીમા સહિત મુદ્દે આજે સિનિયર વકીલો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને જેમાં આમને સામને આવેલા બાર અને બેંચનો વિવાદ ઉકેલવા મંથન કરવામાં આવ્યું હતું. તેમજ બપોર બાદ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું જેમાં વકીલોએ ઉગ્ર રોસ ઠાલવ્યો હતો .જેમાં પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો લોક અદાલતની અને તારીખ 4 માર્ચથી આંશિક હડતાલ પાડવા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં જામનગર રોડ ઉપર નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમા ટેબલ મુકવાનો વિવાદ શમી ગયા બાદ હવે ફરીથી ભડકો થયો છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં નીચેના માળે ટેબલો મુકાઈ ગયા બાદ જગ્યા પેક થઈ જતા બાકી રહેલા 800થી વધુ ટેબલો માટે ઉપરના માળે જગ્યા ફાળવવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરાઈ હતી, પરંતુ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નહી હોવાથી બાર એસોસિએશનના હોદેદારો સહિતના વકીલો મંગળવારે સાંજે કમિટીના જજોને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ મળવાનો સમય નહિ આપતા વકીલોએ ઉપરના માળે ટેબલો ગોઠવી દેતા કમિટીમાં રહેલા ચાર જજો દોડી આવ્યા હતા અને જજો સાથે પરામર્શ દરમિયાન પોલીસ આવી ચડતા બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી ભડક્યા હતા અને ’અમે ગુંડાઓ છીએ પોલીસ શા માટે બોલાવી’ તેમ કહી નારાજગી વ્યક્ત કરી હતી. બાર અને બેન્ચ વચ્ચે વિવાદ વકરતા રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે તાત્કાલિક સિનિયર વકીલો સાથે બેઠક યોજી હતી અને ન્યાયાધીશો દ્વારા પોલીસને બોલાવવામાં આવેલી ઘટનાને વખોડી કાઢી હતી અને જુના કોર્ટ બિલ્ડીંગમાં બાર એસોસિએશન તરફથી ઝેરોક્ષ મશીન આપવામાં આવ્યું હતું તે મશીન બંધ કરી નવી કોર્ટમાં ઝેરોક્ષની વ્યવસ્થા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તે ઉપરાંત બોન્ડ અને પેટીશન રાઇટરની જગ્યા પણ હજુ ફાળવવામાં આવી નથી સહિતના મુદ્દે તેમજ બાર અને બેન્ચ વચ્ચે થયેલા વિવાદનું નિરાકરણ લાવી મામલો થાળે પાડવા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર વકીલો વચ્ચે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અને વકીલોની મંગ મુજબ ન્યાયાધીશો દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો રાજકોટ બાર એસોસિએશન હોદેદારો સહિતના વકીલોએ આગામી 9 માર્ચના રોજ યોજાઈ રહેલી લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજકોટ બાર એસોસિએશન ની મીટીંગ મળેલ બાર એસોસીએશનને કોઈ રૂમ ફાળવેલો ન હોય તેથી ઊભા ઊભા જનરલ બોર્ડની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં વિવિધ ઠરાવો કર્યા હતા. આ ઠરાવવામાં જાણવા મુજબ સેશન્સ જજ ને રજૂઆત કરવી આ રજૂઆતનો પરિણામ ન આવે તો અને માંગણીઓ મંજૂર ન કરે તો 4/3/ 24 ના રોજ રાજકોટના વકીલો એક દિવસથી પ્રતિક હડતાલ રાખશે અને બીજા દિવસે લોક અદાલતનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનું રાજકોટ બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ બધા સર્વાનુ મતે વકીલોએ ઠરાવને અનુમતિ આપેલી હતી.
આ બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર જુનિયર વકીલો સહિતમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહી બાર ના ઠરાવને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.