કર્મચારીઓ સાથે અધિકારીઓ બેહૂદુ વર્તન કરી રહ્યા હોવાની રાવ

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં અધિકારીઓ દ્વારા નોકરી ફાળવવામાં ગેરવહીવટ કરવામાં આવતી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે થોડા સમય પહેલા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓને નોકરી ફાળવવા માટે પૈસા લેવામાં આવતા હોવાની નનામી અરજી કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ સુરેન્દ્રનગર એસટી ડેપોના અધિકારીઓ આપી શક્યા નથી.

ત્યારે આ અનામી અરજીમાં ઉલ્લેખ હતો કે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કંડકટર અને ડ્રાઇવરની જે નોકરી ફાળવવામાં આવે છે તેમાં ગેર વહીવટ ચાલી રહ્યો છે અને ખાસ કરીને પૈસા ઉઘરાવી અને આવી નોકરીઓ ફાળવવામાં આવતી હોવાની અનામી અરજી કરવામાં આવી હતી જોકે આ મામલે સુરેન્દ્રનગર ડેપો મેનેજર દ્વારા કોઈપણ પ્રકારના હજુ સુધી પગલાં ભરવામાં આવ્યા નથી અનામી અરજી કરાવી છે પરંતુ તેની સામે પરિણામ હજુ સુધી આવી શક્યું નથી અધિકારીઓની મિલીભગત હોવાની શંકા હાલમાં વ્યક્ત થઇ રહી છે

ત્યારે એક વખત સુરેન્દ્રનગર એસટી ડેપો  નોકરી ફાળવણીને લઈને ચર્ચામાં આવ્યો છે કારણ કે અનુસૂચિત જાતિના જે એસટી વિભાગના કર્મચારીઓ છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે નોકરી ફાળવતા વખતે અધિકારીઓ દ્વારા અવ્યાજબી ભાષાનો ઉપયોગ કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે થોડા દિવસ પહેલા એક કર્મચારી સાથે આ મામલે બોલાચાલી પણ થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.સુરેન્દ્રનગર એસટી ડેપો છેલ્લા એકાદ મહિનાથી સતત ચર્ચામાં રહ્યું છે જોકે વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી નાખવામાં આવ્યું છે

પરંતુ ત્યાંની સુવિધા અને ખાસ કરીને વહીવટી સંચાલનને લઈ અને બસ સ્ટેન્ડ ઘણું ચર્ચામાં આવ્યું છે ત્યારે બસ સ્ટેન્ડ નો વિવાદ અને વિખવાદ ક્યારે અટકશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે બસ સ્ટેન્ડ નો વિકાસ ચરમશીમાએ પહોંચી રહ્યું છે ત્યારે નોકરી ફાળવવાથી લઈ અને અનેક પ્રકારે સુરેન્દ્રનગર એસટી ડેપોના અધિકારીઓ ફરજ બજાવતા કર્મચારીઓ સાથે બેહદુ વર્તન કરી રહ્યા છે. જોકે આ મામલે ઉચ્ચતર કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાની ફરિયાદ ઊઠી છે ત્યારે એક તરફ સુરેન્દ્રનગર એસટી ડેપો સતત ખોટ કરી રહ્યો છે બીજી તરફ ગેર વહીવટના કારણે વધુ એસટી વિભાગને નુકસાન જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.